બહુમાળી ભવન સામેના બગીચામાં મોર્નીંગ વોકમાં આવતા લોકો માટે મુકવામાં આવેલા મોટાભાગના કસરતના સાધનો તુટેલા: ટ્રેક પર પણ વરસાદી પાણીનો ભરાવો: લોકોમાં ભારે નારાજગી
શહેરીજનોને સુવિધા આપવા માટે મહાપાલિકા દ્વારા લાખો-કરોડો ‚પિયાનો ખર્ચ કરી નાખવામાં આવે છે પરંતુ ત્યારબાદ યોગ્ય જાળવણીના અભાવે આ સુવિધા લોકો માટે દુવિધા‚પ બની જાય છે. રેસકોર્સ સંકુલમાં બહુમાળી ભવન સામેના ગાર્ડનમાં મોર્નીંગ વોક માટે આવતા લોકોના ઉપયોગ માટે મુકવામાં આવેલા કસરતના સાધનો ગયા છે. આટલું જ નહીં માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડના મુખ્ય દરવાજા પાસે જ ગંદકીના ગંજ ખડકાયા છે તો વોકીંગ ટ્રેક પર પણ વરસાદી પાણીનો ભરાવો થઈ ગયો છે.
મહાપાલિકાની ગાર્ડન શાખાની સીધી દેખરેખમાં આવતા રેસકોર્સ સંકુલમાં બહુમાળી ભવન સામે આવેલા ગાર્ડનમાં વોકીંગ માટે આવતા લોકો કસરત કરી શકે અને તેઓની તંદુરસ્તી જળવાઈ રહે તે માટે મહાપાલિકા દ્વારા લાખો
‚પિયાના ખર્ચે કસરત માટેના વિવિધ સાધનો મુકવામાં આવ્યા છે જે હાલ પડીને પાદર થઈ ગયા છે. સમ ખાવા પુરતુ એક પણ સાધન લોકો ઉપયોગમાં લઈ શકે તેવી સ્થિતિમાં નથી છતાં કસરત માટે જો આ સાધનનો ઉપયોગ કરવામાં આવે તો વ્યકિતને ઈજા થવાનો પણ ભય છે. આ અંગે લોકોએ અવાર-નવાર મહાપાલિકાના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓને રજુઆત કરી હોવા છતાં સમસ્યાનો કોઈ હલ આવ્યો નથી. મહિનાઓથી આ તુટેલા સાધન ધુળ ખાઈ રહ્યા છે છતાં મહાપાલિકાનું નિભંર તંત્ર નવા સાધનો મુકવાની વાત તો દુર રહી ભાંગેલા સાધનો દુર કરવાની પણ તસ્દી લેતું નથી. જેના કારણે લોકોમાં ભારે નારાજગી વ્યાપી જવા પામી છે. મોટાભાગના બગીચા તથા બાલક્રિડાંગણમાં બાળકોના આનંદ પ્રમોદ માટે મુકવામાં આવેલા હિંચકા-લપસીયા સહિતના સાધનોની સ્થિતિ પણ ખુબ જ ખરાબ છે છતાં તંત્ર દ્વારા કોઈ અસરકારક કામગીરી કરવામાં આવતી નથી. બાળકોને બેઘડી આનંદ માટે બગીચામાં લઈ જતા માતા-પિતાને આવા સાધનો જોઈને સતત ચિંતા સતાવતી રહે છે કે કયાંક તેઓનો લાડકવાયો ઈજાગ્રસ્ત ન બની જાય.