કોવીડ કેર સેન્ટરમાં શ્વાસો શ્વાસની પ્રક્રિયાને લયબદ્ધ કરવા સ્પાયરોમેટ્રી કસરતનો પ્રયોગ શરૂ
આપણા અસ્તિત્વને ટકાવી રાખવા માટે શ્વાસ લેવાની પ્રક્રિયા સુમઘુર ચાલે એ માટે ફેફસાનું સ્વસ્થ હોવું આવશ્યક છે. હાલ કોવીડ-૧૯ના વાયરસ દર્દીઓના ફેફસા પર આક્રમણ કરીને નબળા પાડી રહ્યો છે. ખાસ કરીને ૫૦થી વધુ ઉંમર ધરાવતા કોરોના દર્દીઓમાં ફેફસાનું ઈન્ફેકશન થવાની શક્યતાઓ વધુ રહેલી છે. જેને ધ્યાને લઈને રાજકોટકોવીડ-૧૯ હોસ્પિટલ અને કોવીડ કેર સેન્ટરોમાં કોરોના દર્દીઓના ફેફસાને મજબુત કરવા માટે સ્પાઈરોમેટ્રી કસરતનો નવત્તર પ્રયોગ હાથ ધરાયો છે.
સ્પાઈરોમેટ્રી કસરતના અસરકારક પગલાથી ખુશ થઈને કેન્સર હોસ્પિટલ સ્થિત કોવીડ કેર સેન્ટરમાં સારવાર લઈ રહેલા નિવૃત આરોગ્ય કર્મચારી ડો. ધીરેન ધીવાલાએ જણાવ્યું હતું કે,” જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય કર્મીઓ ખુબ ઉમદા કામગીરી કરવામાં આવી રહી છે.
આજે જ્યારે દરેક કોરોના દર્દી શ્વાસ માટે લડી રહ્યો છે ત્યારે ફિઝિયોથેરાપીની સારવાર મદદરૂપ બને છે. ફેફસાને મજબુત કરવા માટે કસરત, યોગા અને પ્રાણાયામ કરવા જરૂરી છે. ઓક્સિજન સપ્લાઈને એકસરખો રાખવા માટે ફિઝિશ્યોથેરાપીસ્ટો અમને રોજબરોજ વિવિધ બ્રિધિંગ એકસરસાઈઝ કરાવે છે. હું સરકારની કામગીરીથી ખુબ સંતુષ્ટ છું. આરોગ્ય કર્મીઓની શ્રેષ્ઠ કામગીરીને કારણે જ અનેક લોકોના શ્વાસ અને જીવ બચ્યા છે. કોવીડ કેર હોસ્પિટલમાં ફિઝિયોથેરાપીસ્ટની ફરજ નિભાવતા ડો. પ્રશાંત ઠાકરે દર્દીઓના ફેફસાને મજબુત કરવા માટે કરવામાં આવતી કામગીરી અંગે વિસ્તૃત વિગતો આપતા કહ્યું હતું કે,”કોરોના દર્દીઓને શ્વાસોચ્છવાસની પ્રક્રિયાને લયબધ્ધ કરવા માટે ફિઝિયોથેરાપીસ્ટો દ્વારા સ્પાઈરોમેટ્રી સહિતની કસરતો કરાવામાં આવી રહી છે. દર્દીઓના શ્વાસના સ્નાયુઓ મજબુત બને તે માટે અમે તેમને ઉંઘા સુવાની સલાહ આપીએ છીએ. જેનાથી શરીરના પાછળના ભાગમાં યોગ્ય માત્રામાં હવા ભરાઈ છે અને શ્વાસ લેવામાં મુશ્કેલી પડતી નથી. ધીમા ઉંડા શ્વાસ લેવા, ચેસ્ટ એકપાન્સ અને બ્રિધિંગ એકસરસાઈઝ કરવાથી દર્દીઓને જે હાંફ ચડતો, થોડું ચાલે ત્યાં થાકી જાય તેવી સમસ્યાઓ ધીમે ધીમે દૂર થઈ રહી છે. દરેક વ્યક્તિએ ફેફસાને સ્વસ્થ રાખવા માટે રોજ કસરત અને પ્રાણાયામ કરવા જોઈએ તેમ ડો. પ્રશાંતે કહ્યું હતું.