કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે સરકાર દ્વારા ગુનામાં પકડેલા આરોપીઓ કે જેલમાં સજા ભોગવતા કેદીઓને કોર્ટમાં હાજર કરતા પહેલા પોલીસ દ્વારા તેમનો કોરોનાનો રીપીટ ટેસ્ટ કરાવવાનો ફરજિયાત હોવાનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો જેમાં ગાંધીનગરથી આરોગ્ય વિભાગે તે ટેસ્ટમાં રાહત આપી છે અને હવેથી અદાલત રજુ કરતા કેદીઓનો ટેસ્ટ કરાવાનો રહેશે નહિ તેઓ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.
ગાંધીનગરથી આરોગ્ય વિભાગે પરિપત્ર જાહેર કરી કોરોનાનો રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવામાંથી આપી રાહત
માહિતી અનુસાર કોરોનાની વૈશ્વિક મહામારી ના કારણે રાજ્ય સરકાર દ્વારા કોરોનાના કેશોમાં વધારો ન થાય તે માટે કોઈપણ ગુનામાં કે જેલમાં સજા ભોગવતા કેદીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવે ત્યારે તેમના દ્વારા કોરોનાનો ફેલાવો ના થઈ શકે તે માટે તેમનું ફરજિયાત કોવિડ રેપિડ એન્ટીજન ટેસ્ટ કરાવવાનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો જેમાં પોલીસ વિભાગ દ્વારા પ્રથમ કોઈપણ આરોપીઓને પકડે તો તેને જાહેર કરતા પહેલા તેમનો કોરોનાનો ટેસ્ટ કરાવવામાં આવતો હતો. પરંતુ હવે આરોગ્ય વિભાગ દ્વારા તે પરિપત્રને રદ કરી એક નવો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જેમાં કોર્ટમાં રજૂ કરતા કેદીઓ કે આરોપીઓનો હવે કોરોના નો ટેસ્ટ કરાવવાનો રહેશે નહીં જેથી આ ટેસ્ટ કરાવવામાં આરોગ્ય વિભાગ દ્વારા મુક્તિ આપવા આવી છે.અને આ પરિપત્રની સમગ્ર રાજ્ય પોલીસ બેડા ને જાણ કરી તેનું પાલન કરવાની સૂચના આપી દેવામાં આવી છે.
ઉકેખનીય છે કે હવે કોરોના જાણે નાબૂદ જ થઈ ગયો હતો અને તેના કેશો માત્ર નહીવત આવતા હોવાના કારણે આરોગ્ય વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે જો ભવિષ્યમાં કોરોના ફળી માથું ઉચ્ચકશે તો ફરજીયાત પને કોરોનાનો ટેસ્ટ કરાવવાનો પરિપત્ર બહાર પાડવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.