અનિવાર્ય સંજોગોમાં દસ્તાવેજ નોંધણી ન થઈ શકતા સમય કેન્સલ કરવાની કાર્યવાહી અંતર્ગત રેવન્યુ બાર એસો.એ કરેલી રજૂઆત બાદનોંધણી નિરીક્ષકે કર્યો નિર્ણય
સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ નોંધણી માટે ઓનલાઈન સમય સિલેકટ કરી દસ્તાવેજ નોંધણી કરવામાં આવે છે. પરંતુ અનિવાર્ય સંજોગોમાં સમય મર્યાદામાં દસ્તાવેજ નોંધણી થઈ ન શકતી હોવાથી સમય કેન્સલ કરાવવા માટે પ્રોસેસ કરવામાં આવે છે. જેને કારણે વકીલો અને અરજદારોનો સમય અને શક્તિનો વ્યય થતી હોવાથી રાજકોટ રેવન્યુ બાર એસો. દ્વારા ગાંધીનગર નોંધણી નિરીક્ષકને કરેલી રજૂઆત બાદ નોંધણી નિરીક્ષકે ટાઈમ સ્લોટ અનલોક પ્રોસેસમાંથી મુક્તિ આપવામાં આવી છે.સબ રજિસ્ટ્રાર કચેરીમાં અરજદારોના દસ્તાવેજ નોંધણી માટે ઓનલાઈન પ્રક્રિયા કરવામાં આવે છે. પરંતુ અરજદારોને અનિવાર્ય સંજોગોમાં કે ટેકનીકલ કારણસર દસ્તાવેજ સમય મર્યાદામાં આ દસ્તાવેજની નોંધણી ન થઈ શકતી હોવાથી ફરીવાર ટાઈમ સિલેકટ કરવા માટે અરજદારો અગાઉ લીધેલા ટાઈમને અનલોક કરવાની પ્રોસેસ કરવી પડે છે. આથી વકીલો અને અરજદારોને હાલાકીનો સામનો કરવો પડતો હોવાથી જે અન્વયે આ રાજકોટ રેવન્યુ બાર એસો.ના પ્રમુખ સી.એચ.પટેલ અને મંત્રી દિપક મહેતા દ્વારા ગાંધીનગર સ્થિત નોંધણી નિરીક્ષકને અનલોક ટાઈમની પ્રોસેસમાંથી મુક્તિ આપવાની માંગ કરવામાં આવી હતી.
રેવન્યુ બાર એસો.એ કરેલી રજૂઆતને ગાંધીનગર નોંધણી નિરીક્ષકે ધ્યાને લઈ અનલોક ટાઈમની પ્રોસેસમાંથી મુક્તિ આપવામાં આવી છે. જે દિવસે દસ્તાવેજ નોંધણી માટેનો આપવામાં આવલો સમય આપો આપ રદ્દ થઈ જશે અને વકીલોએ અન્ય દિવસોએ ફરીથી દસ્તાવેજ નોંધણી માટે સમય લેવા માટેની પ્રક્રિયા કરવાની રહેશે. આ નિર્ણયથી વકીલો અને અરજદારોમાં રાહતની લાગણી વ્યાપી છે. તેમ સી.એચ.પટેલની યાદીમાં જણાવાયું છે.