ભારત વિવિધ ભાષા અને વિવિધ પ્રાંતોથી ભરેલો દેશ છે તેમાં પણ દક્ષિણનાં રાજયોમાં હિન્દી ભાષાનો પહેલેથી જ ઉપયોગ થતો નથી ત્યાંના લોકો સ્થાનિક અને ઈંગ્લીશ ભાષાનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરે છે. દક્ષિણ રાજયોમાં હિન્દી ભાષાનો વિરોધ થવાની સાથે માનવ સંશાધન વિકાસ મંત્રાલયની પેનલ દ્વારા બિનહિન્દીભાષી રાજયોમાં હિન્દી ભણાવવાની ભલામણ કરતી પ્રસ્થાવિત કરતી શિક્ષણ નીતિમાં સોમવારે ત્રણ ભાષામાંથી હિન્દી ભાષા મરજીયાત ગણાવાઈ હતી. આમ પ્રસ્થાવિત ડ્રાફટમાંથી હિન્દી ભાષાની જોગવાઈ રદ કરાઈ હતી. બે દિવસ પૂર્વે જ ધો.૫ સુધી માતૃભાષામાં જ અભ્યાસ માટેનું સુચન કરવામાં આવ્યું હતું. હવે તેમાં હિન્દી ભાષા બાકાત કરવામાં આવી છે.
જે વિદ્યાર્થીઓ ત્રણ માંથી એક કે તેથી વધુ ભાષા બદલાવવા માંગે છે તેઓ ધો.૬ થી ૭માં ફેરફાર કરી શકશે જેમાં તેમને સેક્ધડરી સ્કુલમાં તેમની મોડયુલર બોર્ડ એકઝામીનેશનમાં ૩ ભાષાઓમાં કુશળતા દર્શાવવાની રહેશે. જયારે અગાઉનાં ડ્રાફટમાં પેનલે બિનહિન્દીભાષી રાજયોમાં હિન્દુ ભણાવવાનું ફરજીયાત સુચન કર્યું હતું જોકે હવે દક્ષિણ રાજયોમાં હિન્દી ભાષાનો પહેલેથી જ નહિવત ઉપયોગ થતો હોય હિન્દી ભાષાની જોગવાઈ બાકાત કરાઈ છે અને હવે જે-તે રાજયોનાં વિદ્યાર્થીઓ પોતાની મનપસંદ ભાષા રાખી શકશે.
માનવ સંશાધન વિકાસ મંત્રાલયનાં અધિકારીએ જણાવ્યું હતું કે, આ ડ્રાફટ રીપોર્ટનો છે અને હજી નીતિ ઘડાઈ નથી. કમિટીએ અગાઉનાં ડ્રાફટમાં ફેરફાર કર્યો છે અને કેટલાક બદલાવ કર્યા છે. કોઈનાં પર કોઈ ભાષા થોપવામાં આવશે નહીં. તેવી સ્પષ્ટતા કરી હતી કે કમિટીએ માત્ર ડ્રાફટ રીપોર્ટ જ તૈયાર કર્યો છે અને તેનાં અમલ અંગે હજુ કોઈ નિર્ણય લેવાયો નથી. રીવાઈઝડ ડ્રાફટમાં હિન્દી ભણાવવાનું ફરજીયાત કરવાની જોગવાઈ દુર થઈ છે અને હિન્દી ભાષા ફરજીયાત ભણાવાનાં નિર્ણયને સાઉથનાં રાજયોએ આવકાર્યો છે.