આજથી તમામ વાહનોના રજિસ્ટ્રેશનથી લઈને નંબરની ફાળવણી સુધીની પ્રક્રિયા શોરૂમમાંથી જ કરવામાં આવશે
ગુજરાતમાં નવા વાહનોમાં ટીસી નંબર સિસ્ટમ દૂર કરવામાં આવી છે. નવા નિયમ પ્રમાણે, હવેથી શોરૂમમાંથી વાહન ખરીદતા જ નંબર પ્લેટ લગાવી આપવામાં આવશે. નંબર પ્લેટ લાગ્યા બાદ જ વાહન શોરૂમમાંથી બહાર નીકળી શકશે.
હવેથી નવા નંબર કાઢવાની અને નંબર પ્લેટલગાવવાની કામગીરી પણ ડિલર્સે જ કરવાની રહેશે. તમામ વાહનોના રજિસ્ટ્રેશનથી લઈને નંબરની ફાળવણી સુધીની પ્રક્રિયા શોરૂમમાંથી જ કરવામાં આવશે, જેથી ફી અને ટેક્સ ભર્યા બાદ તરત જ વાહનમાં નંબર પ્લેટ પણ લાગી જશે.
આજથી નંબર પ્લેટ વગર વાહનોની ડિલીવરી શોરૂમ સંચાલકો કરી શકશે નહીં. વાહનની ખરીદી બાદ સૌથી પહેલા ગ્રાહકોએ એચએસઆરપી નંબર પ્લેટ મેળવવાની રહેશે. જે નંબર પ્લેટ વાહનોમાં લગાવ્યા બાદ જ ગ્રાહકોને ડિલીવરી કરી શકાશે. જેના કારણે હવે વાહનચાલકોને આરટીઓના ધક્કામાંથી મુક્તિ મળશે.
અત્યાર ચાલતી પ્રોસેસ વિશે વાત કરીએ નવા વાહનની ખરીદી બાદ વાહનના દસ્તાવેજને ડિલર દ્વારા આરટીઓને મોકલવામાં આવતા હતા. જે બાદ આરટીઓ દ્વારા તે વાહનના દસ્તાવેજોની ખરીઈ કર્યા બાદ આ નંબરની એચએસઆરપી નંબર પ્લેટ તૈયાર કરવા યાદી મોકલવામાં આવતી હતી. નંબર પ્લેટ તૈયાર થઈને આવ્યા બાદ વાહનમાલિકને જાણ કરવામાં આવતી હતી. આમાં એક અઠવાડિયા જેટલો સમય લાગતા હતો. તો જ્યારે કોઈ પસંદગીનો નંબરની ખરીદે તો તેમાં વધારે સમય લાગે હતો. જોકે, હવે આ માટે પણ વધારે રાહ જોવી પડશે નહીં. આ ઉપરાંત હવેથી વાહનોના રજિસ્ટ્રેશનથી લઈ નંબર પ્લેટની પ્રક્રિયા શો-રૂમથી જ થશે. ફી અને ટેક્સ ભર્યા બાદ તરત જ નવા વાહનને નંબર પ્લેટ લાગી જશે.