મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી યોજાઈ હતી જેમાં શિક્ષકોના કલ્યાણનીધી, શિક્ષણ તેમજ શિક્ષકોના પ્રશ્નોના નિરાકરણ માટે મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ મોરબીની કારોબારી બેઠક અત્રેની ક્રિષ્ના સાયન્સ સ્કુલ ખાતે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ શૈલેશભાઈ બી.સાણજાના અધ્યક્ષ સ્થાને મળી હતી.
આ બેઠકમાં જિ. પ્રા.શિ. સંઘ મોરબીના પ્રમુખ મણીલાલ વી.સરડવા,મહામંત્રી ઈસુબભાઈ એ.પરમાર, સિનિયર કાર્યાધ્યક્ષ રમેશભાઈ એસ.જાકાસણીયા, દરેક ઘટક સંઘના પ્રમુખ, મહામંત્રી અને તમામ જિલ્લા સંઘ કારોબારી સભ્યો ઉપસ્થિત રહયાં હતા.
સભાનું જનરલ સંચાલન જિ. પ્રા.શિ. સંઘના કાર્યાલય મંત્રી શૈલેશભાઈ એ.ઝાલરીયાએ તેમજ એજન્ડા પ્રમાણે સભાની કાર્યવાહી મહામંત્રી ઇસુબભાઈ એ.પરમારે કરી હતી આ સભામાં અગાઉની કાર્યવાહીને બહાલ રાખી વર્ષ ૨૦૧૮ ની સંઘ સભ્ય ફી બાબત, રાષ્ટ્રિય શિક્ષક કલ્યાણનીધી તેમજ પ્રાથમિક શિક્ષણ અને શિક્ષકોના પડતર વહીવટી અને શૈક્ષણિક પ્રશ્નોના નિરાકરણ માટે જરૂરી ચર્ચા સાથે સર્વાનુમતે ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા.
પ્રમુખસ્થાનેથી ખાલી પડેલ હોદ્દાઓની ફાળવણી કરવામાં આવી હતી અને સભાના અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા સંઘ ટીમ અને રાજ્યસંઘ વચ્ચેનો સેતુ મજબૂતી સાથે વિકસે તેમજ રાજ્ય કક્ષાએથી ઉકેલવાના પ્રશ્નો બાબતે જરૂરી માર્ગદર્શન અને પ્રેરણા આપવાંમાં આવી હતી.
આ સભામાં પ્રાથમિક શિક્ષણ જગતના દિવંગત આત્માઓને શ્રધ્ધાસુમન પાઠવવામાં આવ્યા હતા અને અંતમાં આભારદર્શન સાથે સભાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી.