પંચાયત અને વિકાસ માટે રૂ.૫.૨ કરોડ, સામાન્ય વહીવટ માટે રૂ.૯૧.૭૪ લાખ, શિક્ષણ માટે રૂ.૭૪.૪૩ લાખ, સમાજ કલ્યાણ માટે રૂ. ૩૩ લાખની જોગવાઈ: ખેતીવાડી અને પશુપાલન માટે માત્ર રૂ.૧૨.૬૧ લાખ ફાળવાયા
મોરબી જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠકમાં કારોબારી ચેરમેને રૂ.૬૦૩.૮ કરોડનું બજેટ રજૂ કર્યું હતું.જેમાં ઉઘડતી સિલક રૂ.૮.૫૩ કરોડ છે.તેમાં વર્ષ ૨૦૧૮-૧૯ ની આવક ૩.૦૨ કરોડ મળીને કુલ આવક રૂ.૧૧.૫૬ કરોડ થશે. સ્વભંડોળ માં રૂ.૮૦૪ કરોડનો ખર્ચ લક્ષવામાં આવ્યો છે.સ્વભંડોળની વર્ષ ૨૦૧૮-૧૯ની બંધ સિલક રૂ.૩.૫૨ કરોડ રહેવા પામી છે.
જિલ્લા પંચાયતમાં રૂ.૬૦૩.૮ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં યોજાનાર સામાન્ય સભામાં આ બજેટને બહાલી આપવામાં આવશે. રૂ. ૩.૫૨ કરોડની પુરાંત વાળા વર્ષ ૨૦૧૮-૧૯ ના બજેટમાં વિવિધ ક્ષેત્રમાં નીચે મુજબની જોગવાઈઓ કરવામાં આવી છે.
બજેટમાં સામાન્ય વહીવટ ક્ષેત્રે રૂ.૯૧.૭૪ લાખ જેમાં માનદવેતન પગાર ભથ્થા અને કન્ટીજન્સી ખર્ચ નો સમાવેશ કરવામાં આવ્યો છે. પંચાયત અને વિકાસ ક્ષેત્રે રૂ.૫.૨૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં ગ્રામ્ય કક્ષાએ વિકાસ માટે રૂ.પાંચ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. શિક્ષણ ક્ષેત્રે રૂ.૭૩.૪૩લાખની જોગવાઈ કરવામાં આવી છે. આ જોગવાઈ પ્રાથમિક શિક્ષણ માટે કરવામાં આવી છે. આરોગ્ય તથા આયુર્વેદ ક્ષેત્રે રૂ. ૩.૪૧ લાખ જેમાં કેન્સર ,હદયરોગ અને કિડની માટે રૂ.પાંચ લાખની જોગવાઈ કરાઈ છે. ખેતીવાડી તથા પશુપાલન ક્ષેત્રે રૂ.૧૨.૬૧ લાખની જોગવાઈ કરવામાં આવી છે.
સમાજ કલ્યાણ ક્ષેત્રે રૂ.૩૩ લાખની જોગવાઈ કરવામાં આવી છે. કુદરતી આફત્તો માટે રૂ.પાંચ લાખની જોગવાઈ કરવામાં આવી છે. સિંચાઇ ક્ષેત્રે રૂ ૧૦.૫૦ લાખના કામોની જોગવાઈ કરાઈ છે. બાંધકામ ક્ષેત્રે રૂ.૩૨.૦૧ લાખ ફાળવવામાં આવ્યા છે.પ્રકીર્ણ યોજનાઓ અને કર્યો અંગે રૂ. ૨૦.૦૧ લાખની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં પ્રકાશન અને પ્રચાર માટે રૂ.૫ લાખ તેમજ લોકમેળા અને સાંસ્કૃતિક કાર્યક્રમ માટે રૂ.૫ લાખની જોગવાઇનો સમાવેશ થાય છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com