રાજકોટમાં ફરી એકવાર વ્યાજંકવાદનુ ભૂત ધુણ્યું છે. અવાર નવાર વ્યાજખોરોના ત્રાસથી કંટાળી અનેક લોકો આપઘાત કરી લેતા હોઈ છે. વ્યાજખોરો દ્વારા કરાતી પઠાણી ઉઘરાણીથી કંટાળી પોલીસ પાસે જવાને બદલે નિસહાય લોકો મોત વ્હાલું કરી લેતા હોઈ છે. આવી જ એક ઘટના રાજકોટમાં સામે આવી છે જેમાં એક પટેલ પરિવાર પતિ-પત્ની અને તેમની એક દીકરી વ્યાજખોરોના ત્રાસથી એટલો કંટાળી ગયો કે ઘર છોડીને ક્યાય જતો રહ્યો છે, એટલું જ નહિ પોતાની હૈયા વરાળ ઠાલવતા પત્રો લખ્યા છે જેમાં તેઓએ સંપૂર્ણ વિગતો લખી છે.

રાજકોટનો પરિવાર ગુમ થયાનો મામલે શું અપડેટ આવ્યું, ક્રાઇમ બ્રાંચે કરી આ કાર્યવાહી

1 1 2 3

વાત એવી છે કે કાલાવડ રોડ પર આવેલા પદ્યુમન ગ્રીન સીટીમાં રહેતો પટેલ પરિવાર જેમા 40 વર્ષીય મકવાણા વિજય ગોરધનભાઈ અને તેમના પત્ની કાજલ તથા 11 વર્ષીય દીકરી નો સમાવેશ થાય છે. તેઓ ઘરે પત્ર લખી ઘર છોડીને જતો રહ્યો છે. વિજયભાઈ પર્સનલ ટ્યુશનનો વ્યવસાય કરે છે. તેઓએ પ્રદ્યુમન બિલ્ડર ગ્રુપના જે. પી જાડેજા પાસેથી રૂપિયા 2.5 કરોડ વ્યાજે લીધા હતા. વ્યાજે લીધેલા આ રૂપિયાના બદલામાં તેઓએ પ્રદ્યુમન વીલામાં પોતાના ફ્લેટનો કેટલોક હિસ્સો જે. પી. જાડેજાના નામે કરી દીધો હતો. જો કે પઠાણી ઉઘરાણીથી કંટાળી તેઓ ઘરે મૂકીને જતા રહ્યા છે.વિજયભાઈએ રાજકોટ પોલીસ કમિશ્નરને સંબોઘીને પત્રો લખ્યા છે. આ પત્રોમાં તેઓએ પોતાના પર વીતેલી તમામ હકીકત જણાવી હતી.

રાજકોટ: વ્યાજખોરના ત્રાસથી લાપતાં થયેલા પટેલ પરિવારના મામલો: ડીસીપી ઝોન-2, મનોહરસિંહ જાડેજાનું નિવેદન આવ્યું સામે

ઘરેથી ક્યાંક જતા રહેલા વિજયભાઈ ના ભાઈએ તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે જેમાં તેઓએ વિજયભાઈએ લખેલા પત્રો પણ જમા કારાવ્યા હતા.

11 22

રાજકોટનો પરિવાર ગુમ થયાનો મામલે શું અપડેટ આવ્યું, ક્રાઇમ બ્રાંચે કરી આ કાર્યવાહી

બીજી બાજુ પત્રોમાં વિજયભાઈએ એવુ જણાવ્યું છે કે જો 13 તારીખ સુધીમા તેમની કોઈ ભાળ ના મળે તો ત્રણેય ને મરી ગયેલા સમજવા. સાથે જ વિજયભાઈએ લખ્યું કેમ તેઓ પરિવાર સાથે આપઘાત કરીશ લેશે. ત્યારે વહેલી તકે સમગ્ર મામલે તપાસ થાય તેવી માંગણી વિજયભાઈના ભાઈએ કરીશ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.