ચેમ્બરે શહેરમાં વિવિધ 26 એસોસીએશનો સાથે ઓનલાઈન વિડીયો કોન્ફરન્સ માધ્યમથી મીટીંગ યોજી: તમામ એસોસીએશનનો એક જ સુર ‘લોકડાઉન જરૂરી’
હાલ કોરોનાનું સ્વરૂપ વધુ ભયાનક થઈ રહ્યું છે ત્યારે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા તમામ ઈન્ડસ્ટ્રીઝને બાકાત રાખી રાજય સરકાર તાત્કાલિક અસરથી લોકડાઉન જાહેર કરે તેવી મુખ્યમંત્રી સમક્ષ માંગ ઉઠાવવામાં આવી છે. ચેમ્બર દ્વારા શહેરનાં વિવિધ ર6 એસોસીએશનો સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઓનલાઈન મીટીંગ યોજવામાં આવી હતી જેમાં તમામ એસોસીએશનનો એક જ સુર જોવા મળ્યો હતો કે હવે લોકડાઉન ખુબ જરૂરી છે.
સમગ્ર દેશ તથા રાજયમાં કોરોના મહામારીએ ભરડો લીધો છે અને પિરસ્થિતી ખુબ જ ગંભીર બની ગયેલ છે. રાજકોટમાં હાલની કોરોનાની ગંભીર પિરસ્થિતીને ધ્યાનમાં રાખી તા.રર-4-ર0ર1 ના રાજકોટ ચેમ્બર દ્ઘારા ર6 જેટલા વિવિધ એસોસીએશનનો સાથે ઓનલાઈન વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મિટીંગ યોજેલ હતી. જેમાં રાજકોટ ગોલ્ડ ડિલર્સ એસોસીએશન, જેમ્સ એન્ડ જવેલરી એસોસીએશન, રાજકોટ ગુડઝ એન્ડ ટ્રાન્સપોર્ટ એસોસીએશન, રાજકોટ ઓપ્ટીકલ એસોસીએશન, રાજકોટ ઈલેકટ્રીક લાયસન્સ કોન્ટ્રાકટ એસોસીએશન, રાજકોટ ઈમિટેશન જવેલરી એસોસીએશન, ગુજરાત મિની સિમેન્ટ એસોસીએશન, સૌરાષ્ટ્ર સ્ટોન મર્ચન્ટ એસોસીએશન, અટીકા ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશન, વાવડી ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશન, ભાગ્યલક્ષ્મી ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશન, રાજકોટ પ્લાસ્ટીક મેન્યુફેકચર્સ ડિલર્સ એસોસીએશન, ગુંદાવાડી રોડ વેપારી એસોસીએશન, ધર્મેન્દ્ર રોડ વેપારી એસોસીએશન, લાખાજીરાજ રોડ વેપારી એસોસીએશન, કોઠારીયા નાકા વેપારી એસોસીએશન જેવા વિવિધ એસોસીએશનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેલ. આ મિટીંગમાં તમામ એસોસીએશનો સાથે રાજકોટ ચેમ્બરે વિચાર-વિમર્શ કરી કોરોનાની પિરસ્થિતીને ધ્યાનમાં રાખી લોકડાઉન જરૂરી છે. કારણે કે કોરોનાની ચેઈનને તોડવી હોય તો લોકડાઉન સિવાય શક્ય નથી. લોકો માસ્ક પહેરે અને શોસ્યલ ડીસ્ટન્સ જાળવે તે જરૂરી છે. નાના વેપારીઓની આર્થિક પિરસ્થિતી ખુબજ ખરાબ છે તેમ છતા કોરોના જે રીતે વધી રહયો છે તે રીતે લોકડાઉન જરૂરી છે તેવી તમામ એસોસીએશનની લાગણી અને માંગણી હતી. અને તમામ એક સુર સાથે ગુજરાત સરકાર લોકડાઉન કરે તેવો સુર વ્યક્ત ર્ક્યો હતો. સાથો સાથ જયાં સુધી સરકારમાંથી લોકડાઉન અંગે નિર્ણય ન આવે ત્યાં સુધી કોરોનાને હળવાશમાં ન લેવાઅને સાવચેતી રાખી, માસ્ક પહેરવા, કોરોનાની વેક્સીન લેવા અને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવા રાજકોટચેમ્બરના પ્રમુખ વી.પી. વૈષ્ણવએ અનુરોધ કરેલ. તથા રાજકોટના તમામ વિવિધ એસોસીએશનોને પોતાની પિરસ્થતી મુજબ સ્વયંભુ બંધ રાખવાની અપીલ કરી હતી.