પૈસા કમાવવા ખાતર અનેક મોજ શોખના બલિદાન આપવા પડે છે. ઘણી વખત નાણાકીય તંગી હરવા ફરવાના શોખ ઉપર પૂર્ણવિરામ મૂકી ડે છે ઘણા લોકોએ પૈસા કમાવા માટે ફરવાના શોખનું બલિદાન આપ્યું છે. ઘણા લોકોને આ પરિસ્થિતિમાથી પસાર થવું પડતું હોય છે. માટે લોકો કોઈ વિકલ્પ શોધવાનો પ્રયત્ન કરતાં હોય છે. તો ફરવા પણ મળે અને પૈસાની કમાણી પણ થાય તેવા વિકલ્પો અનેક છે, જો તગડો પગાર મેળવવા માટે પાર વગરનું કામ કરવાની તૈયારી હોય અને કામ કરવાથી તેમજ પ્રવાસ કરવાથી કંટાળતા ના હોવ તો પ્રોફેશનલ કારકિર્દીનો વિકલ્પ અપનાવી શકો છો.
thumb 1
કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ તરીકે તમને કોઈ દેશમાં થોડાંક વર્ષો સુધી કામ કરવા મળશે અને પછી બીજા એસાઇન્મેન્ટ માટે બીજા દેશમાં જવાનો ચાન્સ મળશે. મેનેજમેન્ટ કે IT કન્સલ્ટિંગનો વિકલ્પ અપનાવવો, જેથી એક દેશમાં બંધાઈ જવું ના પડે. તમને વિવિધ દેશોના ક્લાયન્ટ્સને મળવા જવાની તક મળશે, જેથી ફરવાનો શોખ પણ પૂરો થશે.
images 17
ઓડિટર કે સર્વિસ એન્જિનિયર બનશો તો બીજા દેશમાં જવાની તક તો મળશે પરંતુ થોડાક જ દિવસો માટે. સેલ્સમાં કારકિર્દી બનાવશો તો તમને દર મહિને પરિવાર સાથે ફરવાની તક મળશે પરંતુ બહુ ઓછા દિવસ મળશે. હોસ્પિટાલિટી સેક્ટરમાં અલગ અલગ જગ્યાઓ જોવા અને માણવા ચોક્કસ મળશે. ટૂર લીડર, બારટેન્ડર, શેફ, ફ્લાઇટ અટેન્ડન્ટ, પાઇલટ કે ક્રૂઝ લાઇનર અને હોટેલના કર્મચારી તરીકે તમને ફરવાની ઘણી તક અને વિકલ્પ મળશે. આ ક્ષેત્રે કારકિર્દી ઘડીને તમને દુનિયાભરની કંપનીઓમાં કામ કરવાની તક મળશે. જેમ કે, ભારતીય શેફને પોતાના દેશની સાથે સાથે પેસિફિક સમુદ્રના હવાઈ ટાપુ સુધી ફરવાની તક મળે છે.
41 flat designer character400
તમામ દેશોને અંગ્રેજીના શિક્ષકોની ખૂબ જરૂર છે. પોતાના દેશવાસીઓને બિઝનેસની યુનિવર્સલ ભાષા શિખવાડી શકે તેવા શિક્ષકોની ભારે માંગ છે. તો તમારી અંગ્રેજી પાક્કી કરો અને કયા દેશમાં આ વિષય ભણાવવાની સારી તક છે તેની શોધ હાથ ધરો. જો કોઈ ચોક્કસ દેશમાં જ જવાની ઇચ્છા હોય તો ત્યાંની ભાષા પર પ્રભુત્વ જમાવીને ત્યાં અનુવાદક તરીકે પણ કામ કરી શકશો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.