- 10 વર્ષની ઉજવણીમાં આતશબાજી સાથે કરાતા આકાશ થયું રંગબેરંગી
- મુનાભાઈએ પાંચ નવા ઇન્સ્ટ્રુમેન્ટ વગાડી ખેલૈયાઓને ગરબે ધુમાવ્યાં
- સાંસદ મોહનભાઈ કુંડારિયા, તાલુકા ઙઈં મેહુલ ગોંડલિયા સહિતના લાખેણા મહેનામો
- છઠ્ઠા અને સાતમાં નોરતે ફાયર ડ્રમે ખેલૈયાઓના મન મોહી લીધા
નવલા નોરતાની શરૂઆત થયા બાદ એક સપ્તાહ કેવી રીતે પૂરું થઇ ગયું તેનો અંદાજ પણ લગાવી શકાય તેમ નથી. જેમ જેમ દિવસો જાય છે તેમ તેમ ખેલૈયાઓમાં ઉત્સાહ વધતો જોવા મળી રહ્યો છે.જાણે ખેલૈયાઓનું મન મોર બની થનગનાટ કરતું હોય તેમ પહેલાંનો તેથી જ ઘરે આવો મન મૂકીને ગરબે રમી રહ્યા છે ત્યારે આ નવરાત્રીએ ’અબતક રજવાડીએ ’ દસ વર્ષ પૂર્ણ કર્યા હતા જેની ઉજવણીમાં આયોજકો અને કમિટી મેમ્બર દ્વારા અનોખી આતિશ બાજી કરવામાં આવી હતી જેના કારણે નવરાત્રિના માહોલમાં જ દિવાળીની ઉજવણી કરવામાં આવી હોય તેઓ માહોલ બન્યો હતો અને આકાશ આતિશબાજીના કારણે રંગબેરંગી બન્યું હતું.
માતાજીના છઠ્ઠા અને સાતમા નોરતે ’ અબતક રજવાડી’ના ગ્રાઉન્ડમાં જાણે માનવ મહેરામણ ઉપર આવ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. માતાજીના સાતમા નોરતે ’અબતક રજવાડી’ને 10 વર્ષ પૂર્ણ થતાં રજવાડી ખેલૈયાઓ અને આયોજકો દ્વારા રજવાડી ઠાઠ સાથે 10 વર્ષની ઉજવણી કરવામાં ઉજવણીના ભાગરૂપે આતિશબાઝી કરવામાં આવી હતી જેથી આકાશ રંગબેરંગી થયું હતું.છઠ્ઠા અને સાતમા નોરતે ખેલૈયાઓનો જુસ્સો વધારવા ઇમરાન કાનીયા દ્વારા ફાયર ઢોલ અને ફાયર ગિટાર વગાડી ખેલૈયાઓના મન મોહી લીધા હતા.જ્યારે રજવાડાના મહેમાન બનેલા મુનાભાઈ દ્વારા પાંચ થી છ અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડી ખેલૈયાઓને જલસા કરાવી દીધા હતા.અને જેવું નામ તેવું કામ અબતક રજવાડી નું છે. અહી ગરબે ઘૂમતા ખેલૈયાઓના જાણે રજવાડી ઠાઠ હોય તેમ હરરોજ કઈ નવું કરી ખેલૈયાઓને જલસા કરવું દેવામાં આવે છે.ગાયક કલાકાર ગોવિંદ ગઢવી,આરતી ભટ્ટ અને રિયાસ કુરેશી દ્વારા અનેક માતાજીના ગરબા ગાઈ ખેલૈયાઓને જમાવટ પાડી દેવામાં આવે છે
’ અબતક રજવાડી’ ના આંગણે મોંઘેરા મહેમાન બનેલા સાંસદ મોહનભાઈ કુંડારિયા અને રાજકોટ તાલુકા પીઆઈ મેહુલ ગોંડલિયા દ્વારા ખેલૈયાઓનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો’ અબતક ’ સાથેની ખાસ વાતચીતમાં સાંસદ મોહનભાઈ કુંડારિયાએ જણાવ્યું હતું કે બે વર્ષના કોરોના કાળ બાદ આ વર્ષે નવરાત્રીમાં ગરબે ઘૂમવાનો ખેલૈયાઓને મોકો મળ્યો છે.ત્યારે ’અબતક રજવાડી’ ના રાસ ઉત્સવમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે.
ખેલૈયાઓનો ઉત્સાહ નિહાળીને અમે પણ આનંદ થાય છે.ત્યારે અબતક મીડિયા અને અબતક રજવાડી ના સંયુક્ત ઉપક્રમે રાસ ઉત્સવમાં ખેલૈયાઓ કંઈ પણ ઘટવા દેતું નથી.જ્યારે ’ અબતક રજવાડી’ 10 વર્ષ પૂર્ણ કર્યા છે ત્યારે તેને હું અભિનંદન પાઠવું છુ અને હર વરસે ખેલ લેવા માટે આવું જ આયોજન કરવામાં આવે તેવી શુભકામના પાઠવું છું.