ભારતમાં ચાને વિશેષ સ્થાન મળ્યું છે. પછી તે ઑફિસનું કામ હોય કે બીજી કોઇ જગ્યા હોય ચા પોતાનું આગવું સ્થાન જાળવી જ રાખે છે. મોટાભાગના ટી લવર્સ દિવસમાં કેટલીય વાર ચા પીતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે દિવસમાં બે-ત્રણવારની ચાથી વધારે વખત ચા પીવી તે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઇ શકે છે. જાણો, વધારે પડતી ચા પીવાથી કયા નુકશાન થાય છે?    કેટલાક લોકો ચાના રસિયા હોય છે. જેમને ગમે ત્યારે ચા પીવા માટે આપો ક્યારેય તે પીવાથી નકારશે નહીં. જો તેમને તેમની આદત અનુસાર સમયસર ચા ન મળે તો તેમને થકાવટ અને માથાનો દુખાવો થવા લાગે છે. વધારે પડતી ચાનું સેવન કરવાથી તેમને કેફીનની આદત પડી જાય છે.    કેટલાક લોકોને ગરમ ચા પીવાની આદત હોય છે. જો તમને પણ ગરમ ચા પીવાનો શોખ છે તો જરા સંભાળજો. વધારે ગરમ ચા પીવાથી મોઢાને પેટ સાથે જોડતી નળીઓને નુકશાન થવાની શક્યતાઓ વધી જાય છે.જો તમે દિવસમાં વધારે ચા પીઓ છો તો તમારે વારંવાર યૂરિન માટે જવું પડે છે. જેના કારણે શરીરમાં સોડિયમ, મિનરલ્સ વગેરે બહાર નીકળી જાય છે. જેના કારણે શરીર નબળું પડી જાય છે આ સાથે જ કિડની પર પણ પ્રભાવ પડે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.