વિશ્વની સૌથી મોટી લોકશાહી નું માં ધરાવતા ભારતને હવે વિકાસની રફતાર માં કોઈ પહોંચી ન શકે તેવી સ્થિતિનું નિર્માણ કરવામાં આવશે સફળતા મળી ચૂકી છે અલબત્ત ભારત સામે વસ્તી વધારાના ઊંચા દરનો આક પ્રગતિ માટે મોટો પડકાર ગણાતો હતો, ૨૧મી સદીના વિશ્વ માટે વસ્તી ને નિયંત્રણમાં રાખવી અનિવાર્ય બની છે જગ્યા અને કુદરતી સંસાધનોની મર્યાદા ના કારણે વસ્તી વધારો કોઈ પણ દેશ માટે સમસ્યાનું કારણ બની શકે, અને આથી જ ચીન અને ભારત જેવા વધુ વસ્તી ધરાવતા દેશ માટે વસ્તી વધારાનો દર નિયંત્રણ કરવું અનિવાર્ય હતું અને સમય અને સંજોગોને આધીન રહીને આ બંને રાષ્ટ્રોએ વસ્તી વધારાનો દર પોતાની મર્યાદામાં અંકુશમાં લેવામાં પણ સફળતા મેળવી છે, વસ્તી વધારાનો દર અંકુશમાં આવે એ જરૂરી છે
પરંતુ કોઈપણ સંજોગોમાં વસ્તી વધતી અટકવી કે ધીરી તો ન પડવી જોઈએ, ૨૧મી સદીના ઘણા દેશો અને ખાસ કરીને જાપાન અને ઓસ્ટ્રેલિયા જેવા ઘણા દેશો માટે યુવાનોની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો અને વૃદ્ધ નાગરિકોની સંખ્યામાં વધારાની સમસ્યા માત્ર સામાજિક જ નહીં પરંતુ રાષ્ટ્રીય સમસ્યા બનીને સામે આવી રહી છે ત્યારે ભારતને યુવાનોનું દેશ ગણવામાં આવે છે
દેશને આર્થિક મહાસત્તા બનાવવા માટે જે શક્તિ અને બુદ્ધિ સંપદાની જરૂર છે તે યુવાનો જ પૂરી પાડી શકે ત્યારે ભારત જેવા રાષ્ટ્રો માટે વસ્તી વધારાના નિયંત્રણનો અતિરેક ભવિષ્યમાં યુવાપેઢીની અછત ઊભી કરે તેવા સંજોગો કદાપિ નિર્માણ ન જ થવા જોઈએ, અર્થતંત્ર માટે ફુગાવાને નકારાત્મક ગણવામાં આવે છે
પરંતુ કેટલીક મર્યાદા માં ફુગાવો પણ અનિવાર્ય હોય છે તંદુરસ્તી માટે શરદી ને જોખમી ગણવામાં આવે છે પરંતુ જો શરીરમાં અલ્પ માત્રામાં શરદી ન હોય તો પણ મોટા જોખમ ઊભા થઈ શકે છે.આ જ રીતે વસ્તી વધારો ભલે યોગ્ય ગણાતો હોય પરંતુ વસ્તી વધારાનો દર વધુ પ્રમાણમાં ધીમો પડે તો તે પણ દેશ માટે અને દેશના ભવિષ્ય માટે નુકસાનકારક છે તે દરેકે સમજવું જોઈએ