દરેક વ્યક્તિ ભોજનનો સ્વાદ વધારવા માટે મીઠાનો ઉપયોગ કરે છે. મીઠાનો ઈતિહાસ ઘણો પાછળ જાય છે, એવું કહેવાય છે કે તેનો ઉપયોગ પાષાણયુગના સમયગાળામાં ખોરાકને સંગ્રહ કરવામાં આવતો હતો ત્યારે ખોરાક લાંબા સમય સુધી ખરાબ ના થાય તે માટે કરવામાં આવતો હતો. એક સમયે મીઠાનો ઉપયોગ જરૂરિયાત મુજબ જ થતો હતો, પરંતુ હવે તેનો ઘણો ઉપયોગ થાય છે. પીણાંથી લઈને ખાવાની વાનગીઓમાં મીઠાની વધતી જતી માત્રા અનેક ગંભીર બીમારીઓનું કારણ બની રહી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને તાજેતરમાં એક રિપોર્ટ જાહેર કર્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે મોટાભાગના મૃત્યુ મીઠાના વધુ પડતા ઉપયોગને કારણે થાય છે. આ રિપોર્ટમાં પ્રમાણે જો મીઠાનો સંતુલિત ઉપયોગ કરવામાં આવે તો દર વર્ષે લગભગ 70 લાખ લોકોના જીવ બચાવી શકાય છે. ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં દર વર્ષે લાખો લોકો બીમાર પડી રહ્યા છે અને લાખો લોકો મીઠું અથવા સોડિયમના વધુ પડતા ઉપયોગને કારણે મૃત્યુ પામી રહ્યા છે.
પ્રતિ દિવસ 5 ગ્રામ મીઠાનું સેવન હિતાવહ સામે ભારતીય લોકો પ્રતિ દિવસ સરેરાશ 8 ગ્રામ મીઠાનું સેવન કરે છે
મીઠાના વધુ પડતા ઉપયોગને કારણે હૃદયરોગ, સ્ટ્રોક અને કેન્સર જેવી બીમારીઓનું જોખમ વધી ગયું છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2025 સુધીમાં દુનિયામાં મીઠાનું સેવન 30 ટકા ઘટાડવા માટે અભિયાન ચલાવવામાં આવશે. સોડિયમ ઇન્ટેક રિડક્શન સોલ્ટ આ રિપોર્ટમાં ડબ્લ્યુએચઓએ કહ્યું છે કે વર્ષ 2030 સુધીમાં વિશ્વભરમાં સોડિયમના સેવનથી સંબંધિત નીતિઓના અમલીકરણથી વૈશ્વિક સ્તરે લગભગ 7 મિલિયન લોકોનો જીવ બચી શકે છે.
વધુ પડતું મીઠું ખાવાથી થતા રોગો
જો કે સોડિયમ શરીર માટે જરૂરી પોષક તત્ત્વોમાંનું એક છે અને તેની ઉણપ ઘણા ગંભીર રોગોનું જોખમ વધારે છે. તેનું વધુ પડતું સેવન સ્વાસ્થ્ય માટે પણ ઘણું ખતરનાક છે. તેના વધુ પડતા સેવનથી હૃદયરોગ, અકાળ મૃત્યુ, સ્ટ્રોક, બ્લડ પ્રેશર જેવી ગંભીર બીમારીઓનું જોખમ વધી જાય છે. ટેબલ મીઠું (સોડિયમ ક્લોરાઇડ)નું વધુ પડતું સેવન તમારા શરીરને નબળુ પાડી શકે છે અને અકાળ મૃત્યુનું જોખમ વધારી શકે છે.
મીઠું કેટલું ખાવું જોઈએ?
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના અહેવાલ મુજબ, દરરોજ લોકો સરેરાશ કરતા અનેક ગણું વધુ મીઠું લે છે. જેના કારણે અનેક બીમારીઓનો ખતરો પણ ઝડપથી વધી રહ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન મુજબ દરરોજ 5 ગ્રામથી વધુ મીઠું ખાવું નુકસાનકારક છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અત્યારે સમગ્ર વિશ્વમાં લોકો દરરોજ સરેરાશ 10.8 ગ્રામ મીઠાનું સેવન કરે છે. આ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે મોટાભાગના લોકો પેકિંગ ફૂડ દ્વારા મીઠાનું સેવન કરે છે. હાલનો આંકડો બમણો કરતાં વધુ છે અને તેના કારણે મૃત્યુની સંખ્યા અને રોગોનો વ્યાપ પણ ઝડપથી વધ્યો છે. પરંતુ ભારતની વાત કરવામાં આવે તો ભારતીય લોકો પ્રતિ દિવસ આઠ ગ્રામ મીઠાનું સેવન કરે છે જે ખરા અર્થમાં જોખમી છે.
ભારતમાં મહિલાઓની સરખામણીમાં પુરુષ વધુ મીઠું આરોગે છે સમગ્ર વિશ્વમાં આ અંગે સર્વે હાથ ધરવામાં આવ્યો કે તુ મીઠું
પુરુષ કે મહિલા આરોગ્ય છે તેમાં ભારતમાં એ વાત સામે આવી કે મહિલાઓની સરખામણીમાં પુરુષ વધુ મીઠું નું સેવન કરે છે. ની વાત કરીએ તો પ્રતિ દિવસ 8.9 ગ્રામ જ્યારે મહિલાઓ પ્રતિ દિવસ 7.1 ગ્રામ મીઠું ખાઈ છે. એવીજ રીતે કર્મચારી વર્ગ 8.6 ગ્રામ , તંબાકુનું સેવન કરતા લોકો 8.3 ગ્રામ, અને મેદસ્વી લોકો સવથી વધુ 9.2 ગ્રામ મીઠાનું સેવન કરે છે.