આજી ડેમમાં ૨૫મી માર્ચે નર્મદાના નીરનું આગમન થાય તેવી સંભાવના: કસ્તુરબા ધામ અને કાળીપાટના લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવા સુચના: પદાધિકારીઓએ માન્યો રાજ્ય સરકારનો આભાર
રાજકોટવાસીઓને ચોમાસા સુધી નિયમીત ૨૦ મિનિટ પાણી આપી શકાય તે માટે વિજયભાઈ રૂપાણીએ ફરી એક વખત આજી ડેમ અને ન્યારી ડેમને નર્મદાના નીરી ભરી દેવા નિર્ણય કર્યો છે. આવતીકાલથી વાંકાનેર નજીક આવેલ મચ્છુ-૧ ડેમમાથી નર્મદાનું પાણી આજી ડેમ તરફ છોડવામાં આવશે. ૨૫ માર્ચ સુધીમાં આજી ડેમમાં નર્મદા મૈયાનું આગમન થઈ જશે. કસ્તુરબા ધામ અને કાળીપાટના લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવા પણ સુચના આપવામાં આવી છે.
આજી-૧ ડેમમાં પીવાનું પાણી ભરવા માટે મચ્છુ-૧ સિંચાઈ યોજનામાથી પાણી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. આ પાણી કસ્તુરબા ધામ તા કાળીપાટની સીમમાંથી આજી નદીના પટમાં તા ચેકડેમમાં આવતીકાલ સુધીમાં પહોંચે તેવી શકયતા હોય આ બન્ને ગામના લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા પણ સુચના આપવામાં આવી છે. જ્યાં પાણી છોડવામાં આવશે ત્યાંી નદીના વહેણ મારફત આજી ડેમમાં પાણી પહોંચશે. જેમાં ૯ થી ૧૦ દિવસનો સમય લાગશે. સંભવત: ૨૪મીએ મધરાત્રે અવા ૨૫મીએ સવારે નર્મદા મૈયાનું આજી ડેમમાં આગમન થઈ જશે.
દરમિયાન મેયર બીનાબેન આચાર્ય, સ્ટે.કમીટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ અને વોટર વર્કસ સમીતીના ચેરમેન બાબુભાઈ આહિરે નર્મદાના નીરી આજી ડેમ ભરી દેવાના નિર્ણય બદલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તા રાજ્ય સરકારનો આભાર માન્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, મહાપાલિકા દ્વારા રાજ્ય સરકાર પાસે સૌની યોજના અંતર્ગત આજી ડેમમાં ૮૦૦ એમસીએફટી અને ન્યારી ડેમમાં ૪૦૦ એમસીએફટીમાં નર્મદાનું પાણી ઠાલવવા રજૂઆત કરી છે. જે અંતર્ગત આવતીકાલી મચ્છુ ડેમી આજી ડેમમાં પાણી ઠાલવવા માટે પમ્પીંગ શરૂ કરી દેવામાં આવશે.