Table of Contents

દુનિયાભરમાં સાપોની વિવિધ પ્રજાતિઓ છે જેમાં કિંગ કોબ્રા સૌથી ખતરનાક હોય છે. 12 ફુટ જેટલા લાંબા કોબ્રા સૌથી વધુ જહરીલો સાપ છે. ચશ્માધારી કોબ્રા-એશિયાઈ કોબ્રા જેવી વિવિધ પ્રજાતિ કોબ્રાની હોય છે, તે ખાસ કરીને ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળ અને ભુતાન જેવા દેશોમાં વધુ જોવા મળે છે. તેના ડંશથી મૃત્યુ નકકી જ મનાય છે.

કોબ્રા સાપની વિવિધ 12 થી વધુ પ્રજાતિ છે: વિશ્ર્વનો સૌથી મોટો સાપ કિંગ કોબ્રા છે, તેની લંબાઈ અંદાજે 12 ફૂૂટ હોય છે, અને તે 20 થી 40 ઈંડા આપે છે, બધા કોબ્રા ઈંડા આપતા નથી, કેટલાક બચ્ચાને પણ જન્મ આપે છે: વિશ્ર્વમાં કેસ્પિયન કોબ્રા સૌથી ઘાતક અને ઝેરી પ્રજાતિ છે

ભારતમાં 270 થી વધુ પ્રકારના ઝેરી – બિનઝેરી સાપ જોવા મળે છે : સાપ પોતાની લંબાઈ નો ત્રીજો ભાગ કોઈપણ આધાર વગર ઉંચો કરી શકે છે

ગુજરાતમાં ચાર પ્રકારના ઝેરી સાપ જોવા મળે છે, જેમાં કાળોતરો, ફુરસો અને ચિત્તળ ઝેરી સાપ ગણાય છે: સાપમાં ન્યુરોટોક્સિન ઝેર હોય છે, જે માનવીના જ્ઞાનતંતુને અસર કરે

ભારતીય કોબ્રા પૌરાણિક કથાઓમાં અને સંસ્કૃતિમાં પૂજનીય છે. ઘણીવાર સપેરા પાસે જોવા મળે છે. જોકે  હવે તે ભારતીય વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 અંતર્ગત તે ભારતમાં સુરક્ષિત છે.  તે વૈજ્ઞાનિક વર્ગીકરણમાં કોર્ડેટા જાતી તરીકે ઓળખાય છે. કેટલાક કોબ્રા ઈંડા તો કેટલાક સીધા બચ્ચાને જન્મ આપે છે. એક સાથે 20 થી 40 ઈંડા માદા કોબ્રા આપે છે. ગણતરીની કલાકોમાં દોઢ ફુટનું બચ્ચુ શિકાર કરવાને સક્ષમ બની જાય છે. તેનું જીન નાઝા અને પ્રજાતિ એન નાઝા કહેવાય છે. 1758માં તેની પ્રજાતિની આંશિક ઓળખ થઈ હતી. આજથી લગભગ દોઢ દાયકા પહેલા કોબ્રા વિષયક અધ્યન ઝડપી બનાવાયું હતું. ભારતીય કોબ્રા એપ્રિલથી જુલાઈના મહિનામાં ઈંડા આપે છે. માદા કોબ્રા ઉંદરના જમીન અંદરનાં રહેઠાણ કે ધુળનાં મોટા ટીલ્લામાં (રાફડા)માં ઈંડા આપે છે. 48 થી 69 દિવસ પછી તે  ઈંડામાંથી બહાર નીકળે છે, જે જન્મ સમયે  8 થી 12 ઈંચના હોય છે. જન્મથી જ સ્વતંત્ર પુરી રીતે કાર્યક્ષમ ઝેર વાળા હોય છે. મોટાભાગે તે ઉંદરની વસ્તી ભેગા રહે છે.

ભારતીય સંસ્કૃતિમાં તેને બહુ જ સન્માન-પુજામાં મહત્વ અપાયું છે. નાગદેવતાની પુજા સાથે નાગપંચમી ઉજવાય છે. તે એક શકિતશાળી દેવતાના રૂપ માં હિન્દુ પૌરાણિક કથામાં સ્થાન ધરાવે છે. ભગવાન શિવને તો વાસુકી નામના કોબ્રા સાપ સાથે ચિત્રિત કરેલા ગ્રંથોમાં દર્શાવાયા છે. તેના ગળાનાં ચારે તરફ કુંડલીત કરેલ-ત્રિશુલ સાથે ફુલાવેલી ફેણ તેની મહારતનું પ્રતિક છે. હિન્દુ તહેવારોમાં કોબ્રા સાપની પુજા કરવામાં આવે છે. ભારતીય કોબ્રા સાપ એક નાગ પ્રજાતિમાં સેલિબ્રિટિ તરીકે જાણીતો છે. બિન વગાડે ત્યારે જે તે દિશા તરફ નજર કરતો ને ફેણ ચડાવીને એટેક કરતો મદારી આપણને બતાવે છે. તે ડમરૂ -બીન પર નર્તન પણ કરે છે. તેને જમીનની ધ્રુજારીથી ધણી બધી હલનચલનનો ખ્યાલ આવી જાય છે. કયારેક સુરક્ષા માટે કોબરાના દાંતમાંથી બધુ જ ઝેર કાઢી લેવાય છે. કોબ્રા પ્રજાતિનાં ઝેરનો પણ મોટાપાયે વેપાર થઈ રહ્યો છે.

ભારતીય કોબ્રા ગ્વાલિયર-કોલ્હાપુર-પાલલાહરા, ગોંડલ, ખૈરાગઢ અને હાલાહાંડી જેવા રાજાના રજવાડાના પ્રતિકમાં પણ ચિત્રણ કરેલા જોવા મળતા હતા. કોબ્રા ભારતીય ઉપમહાદ્વીપના મુળ રહેવાસી છે. તે રણ અને ઉંચાઈવાળી જગ્યાઓમાં જોવા મળતા નથી. ભારતીય ભૌગોલિક સીમાઓમાં વિવિધ જગ્યાઓમાં જેમ કે ઘાટા જંગલોમાં, મેદાનોમાં, ખેતરોમાં, પહાડી ઈલાકામાં અને ભારે વસ્તીવાળા કે શહેરી વિસ્તારોમાં પણ જોવા મળે છે. તે પાણીની આજુબાજુનો વિસ્તાર નિવાસ માટે વધુ પસંદ કરે છે. તે મોટાભાગે ઝાડની બખોલમાં, ઉંદરનાં દરમાં, પહાડોના ઢગલા વચ્ચે, નાના જીવજંતુઓના જમીન પોલાણની અંદરનાં ઘરમાં વિશેષ વસવાટ કરતા જોવા મળે છે. કોબ્રાના ઝેરમાં સિનેપ્ટિક ન્યુરોટોકિસન, કાર્ડિયોટોકિસન લોહીની નળીમાં અંદર જઈને આપણા માંસપેશીઓને લકવો કરી દે છે, અને શ્ર્વાસ લેવામાં તકલીફ સાથે હૃદયની ધબકારાની ગતીને મંદ કરી દે છે. ઝેર ઘટકોમાં એન્જાઈમ સામેલ થતા ડંખ માર્યા પછી પંદર મિનિટ કે બે કલાકમાં તેના લક્ષણોને અસરો દેખાડવા માંડે છે. પ્રવર્તમાન મેડિકલ ફેસીલીટીને કારણે મૃત્યુ દર 9 ટકા જેટલો થઈ ગયો છે.

ભારતીય કોબ્રા દક્ષિણ એશિયાના મોટા ચાર સાપોમાંથી એક છે. તે એશિયામાં સર્પદંશથી થતા મૃત્યુ માટે એક જવાબદાર પ્રજાતિ ગણાય છે. તાઈવાન કોબરા કે ચીની કોબરા દક્ષિણ ચીનમાં વધુ જોવા મળે છે. તે સૌથી ઝેરી સાપોમાંનો એક છે. કેટલાક તો શિકારી ઉપર થુંક ઉડાડીને આંખોમાં ઝેરનો ફુવારો છોડે છે. તે ખુબ જ શકિતશાળી ન્યુરોટોકિસક ઝેરવાળા દુનિયાના સૌથી વધુ ઘાતક કોબ્રા છે, તે સમુહમાં રહે છે. દુનિયામાં 10 સૌથી ખતરનાક કોબ્રા પ્રજાતિમાં સ્ફિટિંગ કોબ્રા, મોનોકલ્ડ કોબ્રા, કેપ કોબ્રા, ભારતીય કોબ્રા, ચાઈનીસ કોબ્રા, ઈન્ડોચાઈનીસ સ્પિટિંગ કોબ્રા, ફોરેસ્ટ કોબ્રા, સમર કોબ્રા, ફિલિપાઈન કોબ્રા અને કેસ્પિયન કોબ્રા છે.

આ પૈકી કેસ્પિયન કોબ્રા વિશ્ર્વની સૌથી ખતરનાક અને ઘાતક ઝેરી પ્રજાતિ છે.ઝેરી સાપોમાં કોબ્રા એ સૌથી વધુ ઝેરી સાપ છે. તે 4 મીટર લાંબો હોઇ શકે છે. છંછેડાતાં જ તે તેનું માથું ઉંચકે છે, ફેણ ચડાવે છે અને દંશ મારે છે. આ સાપના એક જ વાર કરડવાથી હાથી જેવો હાથી પણ ચારેક કલાકમાં મરણ પામે છે. ભારતમાં પણ કિંગ કોબ્રા જોવા મળે છે, જોકે ભારતના વધુ જંગલી વિસ્તાર અને આસમના અભયારણ્ય વિસ્તાર તથા દક્ષીણના ભાગોનાં જંગલોમાં જોવા મળે છે. સામાન્ય રીતે કિંગ કોબ્રાએ નાના જીવો અને સસલા તથા અન્ય સાપોને પણ ખાય જાય છે, તેનાં પ્રિય ખોરાકમાં સસલું અને ઉંદર છે, ક્યારેક ખતરો લાગતા તે કોઈપણ જીવને કરડી શકે છે, અને તેના ઝેરથી કોઈપણ જીવ મારી શકે છે.

અમુક સાપોમાં પીગમેન્ટ્સ ન બનતા હોવાથી સફેદ કલરના હોય !

વિશ્વમાં ઘણા સાપો ખૂબ જ સુંદર હોય છે. નાગ વિશે લોકોમાં ઘણી માન્યતાઓ અને અંધશ્રદ્ધા જોવા મળે છે. અમુક સાપોમાં પિગમેન્ટ્સ ન બનતા હોવાથી તે સફેદ કલરનો હોય છે, જેને અલબીનો કહેવાય છે. ઇન્ડોનેશિયાના સુડા ટાપુમાં બ્લુપિટ વાઇપર નામનો સાપ દુર્લભ પ્રજાતિનો છે, જે ખૂબ જ ઝનૂની અને ઝઘડાળુ સાપ છે. અમુક સાપ લીલા કલરનો પણ હોય છે, તો બ્લેક માંબા સાપ ખૂબ જ ઝેરી હોય છે. રેડ કોલર કુકરી સાપ યુપીના નેશનલ પાર્કમાં જોવા મળેલ હતો, જે લાલ નારંગી કલરનો હતો. ફિલિપાઇન્સ નો કોબ્રા 3 મીટર સુધી ઝેરનું ફુવારો ઉડાડી શકે છે, તે ખૂબ જ ઝેરી હોય છે. દુનિયામાં વિચિત્ર નાગ પ્રજાતિમાં કાળો સફેદ અને લાલ રંગનો મિલ્કી સ્નેક પણ જોવા મળે છે. કાળો સફેદ ક્રેઇટ સ્નેક ભારતીય ઉપખંડમાં જોવા મળે છે, આપણે ગુજરાતી જેને કાળોતરો સાપ તરીકે ઓળખીએ છીએ. અમેરિકન અને કેરેબિયન ટાપુમાં જોવા મળતો. બોવા સાપ બિનઝેરી હોય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.