જેમ ઉનાળાનાં દિવસો આવતા જાય છે તેમ પાણી ની સમસ્યા વિકટ બનતી જાય છે. આમ પણ ડેમ, તળાવ કે નદી -નાળામાં ગરમીનાં દિવસોમાં પાણી સુકાય જાય છે જેને કારણે કપરી સ્થિતિ બને છે. પહેલાના સમયમાં વરસાદના પાણી ને સાચવવા માટે ઘરોમાં ભૂગર્ભ ટાંકીનો ઉપયોગ થતો જે હવે આધુનિક જમાનામાં બહુ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે.
જાણીએ ઍક એવા ગામની વાત જેમાં પોરબંદર ગામની વાત છે…
સમુદ્ર કિનારે વસેલ આ ગામ માં દરિયાનું પાણી જોતું હોય તો સહેલાઈથી મળી જશે પણ પીવાના મીઠા પાણીની સમસ્યા માટે કોઈ ઉકેલ લઈ આવવો જરૂરી બની જાય. પોરબંદરમાં પાણીની એવી સમસ્યા સર્જાય છે જેમાં મીઠા પાણી માટે લોકો મજબૂર થઈ જતાં. સમુદ્ર કિનારે આવેલ આ ગામમાં પીવાના પાણીના સ્ટોરેજ માટે ભૂગર્ભ ટાંકી નો ઉપયોગ થતો. સો વર્ષો થી વધારેના અગાઉના સમયમાં આવી રીતે પાણી સાચવી લેવાતું પણ હવે વિકસતા ગામમાં આ ટાંકી ક્યાં?
વરસાદની સિઝનમાં છત પર જમા થતું પાણી આ ટાંકીમાં ભરવામાં આવતું જેનો સમય પર ઉપયોગ કરી શકાય. વરસાદ પછી આ પાણીનો ઉપયોગ કરવામાં આવતો.
થોડા સમય પહેલા ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ પણ “મન કી બાત” પ્રોગ્રામમાં આ ભૂગર્ભ ટાંકીનો ઉલેખ કરેલ હતો. તેમણે વધુમાં આવું પણ જણાવ્યુ હતું કે પૂરા ભારત દેશમાં આ પદ્ધતિનો ઉપયોગ થવો જોઈએ.
પાણી બચાવવાની આ પદ્ધતિથી હાલમાં પડતી તંગીને રોકી શકાય. ઉપરાંત જમીનતલના પાણીને પણ વધુ બહાર કાઢતું રોકી શકાય.