અબતક,રાજકોટ
આ નિદાન કેન્દ્રનો આરંભ 09 ફેબ્રુઆરી 1992 માં રજપૂતપરાના ડોકટર હાઉસમાં 2200 ફુટની ભાડાની જગ્યામાં થયેલ દર્દીઓની સંખ્યા વધતા સને 1999 માં વિદ્યાનગર મેઇન રોડ, રાષ્ટ્રીય શાળા કંપાઉન્ડમાં 5000 સ્કેવર ફીટ ભાડાની જગ્યા લઇ નિદાન કેન્દ્ર શીફટ થયેલ.આ નિદાન કેન્દ્રના સ્થાપક ગોંડલના વતની અને મસ્કતના મોટા ગજાના વેપારી રમણીકભાઇ કોઠારી અને તેનો પરિવાર છે.સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છની જરૂરતમંદ પ્રજાને આ આધુનિક નિદાન સેવા કેન્દ્રનો લાભ મળે તે માટે રમણીકભાઇ કોઠારી પરિવાર, શેઠશ્રી ઘરમશી નેણસી હ. અશ્વિનભાઇ ટોપરાણી પરિવાર, નાગરદાસ મનજી શાહ પરિવાર ઓમાન અને મસ્કતના શેઠ ખીમજી રામદાસ પરિવારે અતિ ઉદાર હાથે કરોડો રૂપિયાનું દાન આપેલ છે. આ નિદાન કેન્દ્રમાં વિવિધ 13 પ્રકારના અતિઆધુનિક મશીનથી ટેસ્ટ માટે સગવડતા છે. 1992 શરૂઆતમાંજ સમગ્ર ગુજરાતમાં પ્રથમ 2ઉ ઊઈઇંઘ મશીન વસાવવામાં આવેલ.અતિ આધુનિક મશીનો સાધનો અને અનુભવી તબીબોને તેના સબ સ્ટાફના સહકાર થી અંદાજે રોજના 500થી વધુ દર્દીઓ આ નિદાન કેન્દ્રનો લાભ મેળવે છે. સને 2021ના અંતે 28 લાખ 9 હજાર 39 દર્દીઓએ નિદાન કેન્દ્નનો લાભ મેળવેલ છે.
આ નિદાન કેન્દ્ર 5 વર્ષ સુધી દર્દીઓ ના રિર્પોટસ પેકસ મશીનમાં સુરક્ષિત સાચવી રાખે છે.આર. બી. કોઠારી નિદાન કેન્દ્રના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી રમણીકભાઇ જસાણીને આ સેવા સેન્ટરની સેવાને શબ્દોમાં સજાવનાર અગ્રણીય સામાજીક આગેવાન શ્રી તખુભા રાઠોડ વાંચકો અને પ્રજાને આ સેવા સેન્ટરની સગવડ અને સુવિધાની પૂર્ણ માહિતી આપતા જણાવે છે.ઉપરના આધુનિક સાધનોથી રિપોર્ટ એકદમ સચોટ આવે જેથી દર્દીને – તબીબોને જરૂર પ્રમાણેની દવા આપવામાં સરળતા રહે છે. હાલમાં દરરોજ 500 દર્દીઓ આ સેન્ટર પર આવીને વિવિધ રોગની ચકાસણી અને રિપોર્ટ રાહત દરે પ્રાપ્ત કરે છે. સને 2021ના અંતે સૌરાષ્ટ્ર કચ્છના જરૂરતમંદ 28 લાખ 9 હજાર 39 દર્દીઓએ આ નિદાન કેન્દ્રની સેવાનો લાભ લીધેલ છે.
આ સંસથામાં પેકસ વસાવવામાં આવેલ છે જેથી દર્દીના રિપોર્ટ અને ફીલ્મ પાંચ વર્ષ સુધી ગમે ત્યારે જૂના રિપોર્ટ મેળવી શકાય છે અને પરદેશમાં મોકલીને રિપોર્ટ મેળવવો હોય તો મેળવી શકાય છે. આ પેકસ 20 લાખના ખર્ચે વસાવેલ છે. જે સૌરાષ્ટ્રમાં 1લું છે. જેથી દર્દીને જૂના રેકર્ડ મેળવવા મદદરૂપ થાય છે. એમ.આર.આઇ., સીટી સ્કેન, એકસ-રે, સોનોગ્રાફી પ્લેટ મેળવી શકાય છે. આ સેવાકેન્દ્ર દર્દીઓની સેવાઓ સાથે તેમને ત્યાં ફરજ બજાવતા તમામ સ્ટાફનું પણ આગવું ધ્યાન રાખે છે. સ્ટાફના પગાર ધોરણો, બોનસ, રજાઓનો પગાર, ઇન્ક્રીમેન્ટ, વીમાઓનો લાભ, પ્રોવિડન્ટ ફંડ, ગ્રેચ્યુઇટીજેવી સવલતો આપે છે. જેથી સ્ટાફને પણ સેવા કાર્યમાં ઉમંગ અને ઉત્સાહ રહે છે.આ સમગ્ર નિદાન કેન્દ્રનું આધુનિક સિસ્ટમ થી આ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી રમણીકભાઇ જસાણી પૂર્ણ સમય આપી સંચાલન કરે છે. જેમાં તેમને ટ્રસ્ટી મંડળના સભ્ય નિરંજનભાઇ દોશી, શ્રી પ્રબોધભાઇ આર. કોઠારી, મીનાક્ષીબેન એમ. કોઠારી અને શ્રીમતી ચંદ્રીકાબેન પી. કોઠારી તન, મન અને ધનથી સતત સહકાર અને માર્ગદર્શન આપે છે.
રમણીકભાઇ જસાણીના અતિ પારદર્શક, કરકસર ભરેલ વહિવટને આગવી સૂઝને કારણે સ્વ. શ્રી રમણીકભાઇ કોઠારી પરિવાર અને દેશના અને વિદેશના અનેક ઉદાર દિલના દાનવીરો શેઠશ્રી ઘરમશી નેણસી ટોપરાણી પરિવાર હ. શેઠશ્રી અશ્વિનભાઇ ટોપરાણી, મેસર્સ ખીમજી રામદાસ એલ.એલ.સી.અને તેમના મિત્રમંડળ મારફત આ નિદાન કેન્દ્રને વધુ વિકસાવવામાં કરોડો રૂપિયાનું દાન મળેલ છે. જેથી શ્રી રમણીકભાઇ જસાણી 84 વર્ષની ઉંમરે પણ દાતાઓની લાગણી, વિશ્વાસ અને પ્રેમને અંકબંધ રાખવા અને આ સેવા કેન્દ્રનો વધુમાં વધુ જરૂરતમંદ દર્દીઓને લાભ મળે તે માટે દિવસ-રાત સતત પ્રયાસ કરે છે.આ ટ્રસ્ટનું ભવિષ્યનું આયોજન છે શહેરની મધ્યમાં વિશાળ બિલ્ડીંગમાં નિદાન કેન્દ્રને કાર્યરત કરવું અને વર્તમાન મશીનોમાં સતત અપગ્રેડ કરવા. આશા રાખીએ ટ્રસ્ટની આ ઇચ્છા જલ્દી પૂર્ણ થાય.