માલગાડીના ૨૧ રેકના લોડીંગથી એક જ દિવસમાં ૯.૬૦ કરોડની જંગી આવક
પશ્ચિમ રેલ્વેના રાજકોટ ડિવિઝને વર્તમાન વૈશ્વિક રોગચાળાની કટોકટી હોવા છતાં ચાલુ નાણાકીય વર્ષમાં એક જ દિવસ માં સૌથી વધુ લોડિંગ અને આવક ઉત્પન્ન કરીને વર્તમાન નાણાકીય વર્ષમાં એક નવો વિક્રમ સર્જ્યો છે , જે છેલ્લા આઠ વર્ષમાં સર્વશ્રેષ્ઠ છે.
આ મહત્વપૂર્ણ સિધ્ધિ અંગે ખુશી વ્યક્ત કરતા રાજકોટ ડિવિઝનના ડીઆરએમ પરમેશ્વર ફુંકવાલે જણાવ્યું હતું કે રાજકોટ ડિવિજન સતત સફળતાની નવી શિખરો હાંસલ કરી રહ્યું છે. તાજેતરમાં, રાજકોટ ડિવિઝને તેના વર્તમાન નાણાકીય વર્ષમાં એક જ દિવસમાં માલગાડી ના કુલ ૨૧ રેક લોડ કરીને ૯.૬૦ કરોડની આવક મેળવી છે, જે ગયા વર્ષના સમાન દિવસ કરતા ૧૨ રેક વધુ છે અને આવક લગભગ બમણી છે.
સીનિયર ડીસીએમ અભિનવ જેફે જણાવ્યું હતું કે, રાજકોટ ડિવિજન હાલમાં સિમેન્ટ, ફર્ટીલાઈજર, ક્ધટેનર, કોલસો, મીઠું, ઑદ્યોગિક મીઠું અને પેટ્રોલિયમ પર્દા સહિતની અનેક ચીજવસ્તુઓ વહન કરે છે. જેફના જણાવ્યા મુજબ, તાજેતરમાં રાજકોટ ડિવિઝનમાંથી માલગાડી ના ૨૧ રેકમાં કુલ ૬૩,૧૪૬ મેટ્રિક ટન લોડ કરવાં આવ્યું હતું જેના પરિણામે એક જ દિવસ માં પેટ્રોલિયમ પદાર્થ ના લોડીંગ માં થી રૂ. ૪.૯૧ કરોડ, કોલસામાંથી રૂ. ૧.૭૨ કરોડ, ક્ધટેનરમાંથી રૂ. ૧.૪૮ કરોડ, ફર્ટીલાઈજર માં થી રૂ ૦.૩૧ કરોડ, સિમેન્ટમાંથી રૂ ૦.૧૫ કરોડ અને અન્ય કોમોડિટીના લોડીંગ થી આશરે ૧.૦૩ કરોડની આવક થઈ છે જે ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ ડિવિજન દ્વારા માલગોદામની હાલતમાં કરવામાં આવેલ સતત સુધારણા અને બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટના ભરપૂર પ્રયાસોના લીધે વધુ સારા પરિણામ મળી રહ્યા છે.