ઉતમ ખેતી એટલે ખેતરની બહારથી એકપણ વસ્તુ ન લાવવી પડે અને માનવ, પશુ-પક્ષી અને પર્યાવરણને લાભ થઈ તેવી ઓર્ગેનીક ખેતી. આપણા પૂર્વજો ખૂબ મહેનત કરીને તેમના સમયમાં ખેતરમાં કૂવા હતા, કોશ દ્વારા પાણી નીકળતું હતું અને તે પણ રીચાર્જ કરવાની પધ્ધતિ હતી. આજે કૂવામાંથી પાણી કાઢવા માટે સોલાર સીસ્ટમ આવી ગઈ છે વગર ખર્ચે પિયત કરી શકાય છે. બિયારણ પોતાનું હતું. ગાય અને બળદ દ્વારા ગોબર અને ગૌમૂત્રથી ખાતર અને પેસ્ટીસાઈડ કુદરતી મળત હતુ.
આજે બધેજ ખરીદવું પડે છે અને યુરીયા તેમજ પેસ્ટીસાઈડ બનાવવા માટે પાણી, પ્રદૂષણ વધારે છે, દરેક કારખાનાની બાયપ્રોડકટ કાર્બોડાઈકસાઈડ છે જેના હિસાબે કોક અને પેપ્સી જેવા પીણાને સપ્લાઈ થાય છે જે પીવાથી પણ નકશાન થાય છે પાણી બગડે છે અને પર્યાવરણ બગડે છે. આજે સરકારના ડેમ, ચેક ડેમ, તળાવ, ખાળકૂવા, કેનાલ દ્વારા પાણી આપતા વર્ષમાં બે થી ત્રણ પાક લેતા ખેડૂત મિત્રોની ઓર્ગેનીક ખેતીની મહેનત અને આવડત રંગ લાવી છે જેના હિસાબે આપણે ઘઉં, ચોખા, કઠોળ, તેલીબીયા અને ફળફૂટ માંગો ત્યારે માંગો તેવી કવોલીટીના મળે છે.
હવે ગ્રામજનોએ અને કિશાન મિત્રોએ ડેમ, ચેકડેમ ઉંડા ઉતારવા, રીપેર કરવા, કૂવા રીચાર્જ કરવા, સોલાર સીસ્ટમ મૂકાવવા મદદરૂપ થવુ સાથે સાથે ગામના સખીસંપન્ન દાતાઓ પણ આ માટે આગળ આવે તેવી વિનંતી, બિયારણની જાત ગામની જમીન મજબ તૈયાર કરવી અને ઋતુ મુજબ પાક તૈયાર કરવો, ગૌચરની જમીન જેટલી બચી છે તેટલી તેમાં ફેન્સીંગ કરી, વૃક્ષો વાવી અને ગાયો માટે ઘાસ વાવી જમીનને હરીયાળી બનાવી, ગૌશાળાને તેમજ ગામમાં રખડતી ગાયો માટે ચારાની વ્યવસ્થા કરવી, ફળફુટની વાડીમાં જયાં નીચે જગ્યા હોય ત્યાં અને નુકશાન ન થતું હોય તેવી જગ્યાએ ગાયોને ચરાવવાની વ્યવસ્થા કરવી જેના હિસાબે ગાયોની ઓલાદ સુધરશે અને જે વાડીમાં ગાયો ફરે છે ચરે છે તેમાં રોગ ઝાડમાં અને અન્ય પેદાશોમાં ઓછા આવે છે અને પોષણતત્વો વધે છે તેવું પણ જોવામાં આવ્યું છે.
ઓર્ગેનીક ખેતી કરી માનવ, પશુ-પક્ષી અંગેના ખોરાકના વેંચાણની સુંદર વ્યવસ્થા ગોઠવી પેકીંગમાં લોકોને વિશ્વાસ આવે તેવો ખાત્રીબંધ માલ આપવો. સરકાર આજે મોદી સાહેબ તરફથી ઓર્ગેનીક ખેતી માટે રૂા.6,000/ વાર્ષિક અને ગુજરાત સરકાર દ્વારા રૂા. 900/- પ્રતિમાસ એટલે કે રૂા. 10,800/ વાર્ષિક ચૂકવવામાં આવે છે તે માટે પણ દરેક ખેડૂતોને જાગૃત કરી આ યોજનાનો લાભ મળે તેવી વ્યવસ્થા ગોઠવવી, ,ગાય ઘરે ઘરે આવશે તો જ અમૃત જેવું દૂધ મળતા લોકોની શારીરીક અને માનસિક, આર્થિક સ્થિતી સુધરશે , ગોબર અને ગૌમૂત્ર દ્વારા જમીનનું નવ સર્જન થશે.
જમીન પોચી મળશે જેમાં અળસીયા જેવા પાકને ફાયદો કરતા જીવાણુંઓ પેદા થશે અને પશુ-પક્ષીઓને પણ સારો ખોરાક મળતો થશે, પર્યાવરણ સુધરશે જેના હિસાબે મધમાંખી અને પતંગીયા તેમજ ચકલી જેવા પક્ષી દ્વારા પરાગ આદાન-પ્રદાન થતા ખેતીની ઉપજ વધશે, પિયત ઓછું જોશે, પેસ્ટીસાઈડ અને ખાતરનું વપરાશ બંધ થતાં માનવ રોગો અને પશુ રોગોને ફાયદો થશે, પિયત ઓછું થતા પાણીની બચત થશે અને પાણી જમીનમાં ઉતરતા તળ સાજા થશે, ખેડૂતોને ખાતર અને દવાનો થતો ખર્ચ ઓછો થશે.
માનવમાં ઓર્ગેનીક ખોરાક મળતા દયા, કરૂણા, પ્રેમ, આનંદ જેવા સદગુણો તથા સાત્વીક મનનો વિકાસ થશે (અન્ન એવું મન અને પાણી એવી વાણી), ભારતને સોનાની ચીડીયા બનાવવામા આપની મહેનત દ્વારા ગ્રીન રીવેલ્યુશન ઉજાગર કરી ખેત પેદાશોને નિકાશ વધારીને અને પીંક રીવેલ્યુશનને ઘટાડી શકાશે જેનાથી સમાજને અને દેશને શારીરીક અને માનસિક, આર્થિક અને પૌષ્ટીક લાભ આપ જ કરાવી શકશો.