આજનાં યુગમાં માનવતાનું અસ્તિત્વ જોખમાયું છે જ્યાં માનવી સ્વાર્થી બન્યો છે અને એમ કહેવું ખોટું નથી કે ઘોર કળિયુગ પ્રવર્તી રહ્યો છે. ત્યારે કહેવાય છે ને કે હજુ ભગવાન છે. અને એટલે જ અમુક જગ્યાએ માનવતા છલકાય છે. એવી જ એક સ્ત્રી જેનો પ્રાણી પ્રેમ એક તસ્વીરમાં કેદ થયો છે. અને એ તસ્વીર માસ્ટર સેફનાં જજ રહીં ચૂંકેલા એવા વિકાસ ખન્નાએ લીધી છે. જેમાં રાજસ્થાનની બિશ્નોઇ જાતિની એક મહિલા તેનાં પારંપારિક વસ્ત્ર પરિધાનમાં હરણનાં એક બચ્ચાને સ્તનપાન કરાવતી જોવા મળી છે.
જ્યારે સેફ વિકાસે એ તસ્વીર ઇન્ટાગ્રામમાં મુકી ત્યારે તેને કલાકોમાં જ ૧૩,૦૦૦ લાઇક્સ મળી હતી. અને એ તસ્વીર જોઇ લોકોએ માનવતા અને કરુણાની વાત કહી એ સ્ત્રીને વધાવી હતી. જ્યારે બિશ્નોઇ જાતિની વાત કરીએ તો પહેલાંથી જ રાજસ્થાનમાં રણમાં પ્રાણીનું જીવન બેહાલ થયું છે. ત્યારે વર્ષોથી આ જાતિ પ્રાણી અને વૃક્ષોનું જતન કરી આવી છે. અને એ વાત જગવિખ્યાત છે. ત્યારે એમ પણ કહેવાય છે કે જ્યારે ઉતરાખંડમાં ચિપકો આંદોલન થયું હતુ તેની પ્રેરણા પણ આ બિશ્નોઇ જાતિમાંથી મળી હતી. એ મહાન સ્ત્રીનું કહવું છે કે પ્રાણીબાળનું રક્ષણ કરવા તેને અત્યાર સુધીમાં અનેકોવાર અનાથ, ઘવાયેલાં હરણબાળને સ્તનપાન કરાવ્યું છે અને તેનો જીવ બચાવ્યો છે.