બ્રિટીશ સ્ટાન્ડર્ડનું શિક્ષણ આપવા યુ.કે.ની ચાર શાળાઓ સાથે જોડાણ
અત્રે પી.ડી.એમ. કોલેજ કેમ્પસ ખાતે આવેલ રાજકોટની પ્રખ્યાત પંચશીલ સ્કૂલ એ ગુજરાતી માધ્યમની એકમાત્ર સ્વનિર્ભર એવી શાળા છે કે જેને બ્રિટીશ કાઉન્સીલના ‘કનેકટીંગ કલાસરૂમ’ પ્રોજેકટ હેઠળ સતત બે વખત ઈન્ટરનેશનલ સ્કૂલ એવોર્ડ (આઈએસએ) ૨૦૧૩-૨૦૧૬ તેમજ ૨૦૧૬-૨૦૧૯ એમ બે ક્ધટીન્યુટી એવોર્ડ મેળવેલ છે. આ ઉપરાંત યુ.કે.ની ચાર સ્કૂલો સાથે પંચશીલ સ્કૂલનું જોડાણ છે અને યુ.કે.ની શાળાઓના ડેલીગેશન પંચશીલ સ્કૂલ-રાજકોટ પધારે છે. આ વર્ષે સતત બીજી વખત સેન્ટ એન્થની ગર્લ્સ એકેડમી સન્ડરલેન્ડ નોર્થ યુ.કે.ની સંસ્થાના ગર્વનર મી.માઈકલ ફલોરસ બે મહિના માટે પંચશીલ સ્કૂલે પધારેલા છે. માઈકલ સરએ ૪૪ વર્ષનો શિક્ષણનો અનુભવ ધરાવે છે. તેઓ ઈન્ટરનેશનલ ટ્રેનર પણ છે. સાથે સાથે તેઓ સારા કાઉન્સલર પણ છે અને તેઓએ ચાઈના, સ્પેન, સ્વીડન સહિતના વિશ્ર્વના ઘણા બધા દેશોની શાળાઓ અને યુનિવર્સિટીઓ સાથે સંકળાયેલ છે.
મી.માઈકલ ફલોરસ જે પંચશીલ સ્કૂલના વિદ્યાર્થીઓને ઈફેકટીવ કોમ્યુનીકેટીવ ઈંગ્લીશ અને બેઝીક ફ્રેન્ચ ભાષા અને ગ્લોબલ લેવલ પર જરૂરી એવી સોફટ સ્કીલસની તાલીમ આપી રહ્યા છે. આ ઉપરાંત ટીચર ટ્રેનીંગમાં ઈફેકટીવ કલાસરૂમ ટીચીંગ, ટીચીંગ ઓબ્ઝર્વેશન તેમજ યુ.કે.ની સ્કૂલ સિસ્ટમની એકટીવીટી વગેરે બાબતો પંચશીલ સ્કૂલ સાથે આપ-લે કરે છે. મી.માઈકલ ફલોરસની પંચશીલ સ્કુલમાં આ સાતમી વખત વિઝીટમાં આવેલા છે. તેમના મતે પંચશીલ સ્કૂલએ સ્થાનિક મધ્યમના વર્ગના વિદ્યાર્થીઓને યુ.કે.ની સંસ્થાઓ સાથે જોડાણ કરી એક ગ્લોબલ સિટીઝન બનાવવા માટેના પ્રયાસ કરે છે. તેમણે જણાવ્યું હતું કે, પંચશીલ સ્કૂલના વિભાગનું હિલ વ્યુ ઈન્ફ્રન્ટ સ્કૂલ સાથે પ્રાયમરી વિભાગનું મોન્ક હાઉસ પ્રાયમરી સ્કૂલ, નોર્થ શિલ્ડ, યુ.કે. અને બ્રાઈટન એવેન્યુ પ્રાયમરી સ્કૂલ સાથે જોડાય છે. તેમજ સેક્ધડરી અને હાયર સેક્ધડરી વિભાગનું સેન્ટ એન્થનીઝ ગર્લ્સ એકેડમી સાથે જોડાણ છે. પંચશીલ સ્કૂલના આ વિદ્યાર્થીઓ આ તમામ શાળા સાથે સ્થાનિક પ્રવૃતિઓની આપ-લે કરે છે. જે તેઓના મતે આ વિદ્યાર્થીઓ માટે એક ઉમદા તકનું નિર્માણ કરેલ છે. શાળાના વિદ્યાર્થીઓને બાળ માનસ પટ્ટ પર એક વૈશ્ર્વિક બંધુત્વની ભાવના કેળવાય તેવો શાળાના મેનેજીંગ ટ્રસ્ટી ડો.ડી.કે.વાડોદરિયા અને માઈકલ સરના સહીયારા પ્રયત્નો છે. આગામી ૮ ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ દસ દિવસ માટે સેન્ટએન્થની ગર્લ્સ એકેડમીના કો-ઓર્ડિનેટર મીસ.શોફી કઝીન તેમજ ત્રણ વિદ્યાર્થીની સહિત ચાર વ્યકિતનું ડેલીગેશન પણ પંચશીલ સ્કૂલે પધારવાનું છે જેના માટે શાળા પિરવાર ઉત્સુક છે. આ સમગ્ર સંબંધોની સ્થાપના માટે સંસ્થાના શિક્ષકો તેમજ સ્કુલ મેનેજર યોગીરાજસિંહ જાડેજાની ખુબ જ મહેનતને માટે શાળા પરિવારે ખુબ જ અભિનંદન પાઠવેલ છે.