દિલ્હીમાં નિર્ભય દુષ્કર્મ અને હત્યા કેસની વાત સાંભળીયે તો આજે પણ આપણું હૈયું કંપી જાય છે દિલ્હીમાં ત્યારબાદ રુવાડા ઉભા કરી દેતી અનેક ઘટનાઓ બની છે ત્યારે વધુ એક ચોકાવનારી ઘટના સામે આવી છે જે સાંભળતા તમારા પણ હોંશ ઉડી જશે. દિલ્હીના કાંઝાવાલા વિસ્તારમાં દારૂના નશામાં ધૂત બલેનો કારના ચાલકે પહેલા સ્કૂટી પર સવાર યુવતીને ટક્કર મારી હતી અને અકસ્માતમાં યુવતી કારની નીચે ફસાઈ ગઈ હતી અને લગભગ ૧૩ કિલોમીટર સુધી રસ્તા પર ઢસડાતી રહી હતી.

બનાવ અંગે યુવતીના મામાએ નિર્ભયા જેવી ઘટનાની આશંકા સાથે આ મામલે નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. બીજી તરફ બાળકીની માતાએ પણ દીકરી સાથે કંઈક ખોટું થયું હોવાની આશંકા વ્યક્ત કરી છે. તેનાં કપડાં પણ ફાટી ગયાં હતાં. લોહીલુહાણ હાલતમાં યુવતી રોડ પર પડી રહી હતી અને તેનું મોત નીપજ્યું હતું. દીકરીની વિકૃત મૃતદેહ જોઈને માતા બેભાન થઈ ગઈ હતી.

યુવતીના પિતાનું પાંચ વર્ષ પહેલા અવસાન થયું હતું, જ્યારે બે મોટી બહેનો પરિણીત છે. હવે પરિવારમાં માતા, ત્રણ નાના ભાઈઓ અને એક બહેન છે. દીકરી જ તેના ઘરનું ગુજરાન ચલાવી રહી હતી. માતાની બંને કિડની ખરાબ છે અને તે હૃદયની બીમારીથી પીડિત છે. માતાએ જણાવ્યું કે બેંકમાંથી ફાઇનાન્સ મળ્યા બાદ તેણે સ્કૂટી ખરીદી હતી.

શું હતો મામલો ??

23 વર્ષની યુવતી લગ્ન અને અન્ય કાર્યક્રમોમાં પાર્ટટાઈમ કામ કરતી હતી. તે રવિવારે રાત્રે આવા જ એક ફંક્શનમાંથી કામ કરીને પરત ફરીને સ્કૂટી પર પોતાના ઘરે જઈ રહી હતી. જ્યારે પાંચ આરોપી યુવકો પણ તેમની કારમાં એ જ રૂટ પર જઈ રહ્યા હતા. દારૂના નશામાં ધૂત બલેનો કારના ચાલકે પહેલા સ્કૂટી પર સવાર યુવતીને ટક્કર મારી હતી અને અકસ્માતમાં યુવતી કારની નીચે ફસાઈ ગઈ હતી અને લગભગ ૧૨ કિલોમીટર સુધી રસ્તા પર ઢસડાતી હતી. તેનાં કપડાં પણ ફાટી ગયાં હતાં. લોહીલુહાણ હાલતમાં યુવતી રોડ પર પડી રહી હતી અને તેનું મોત નીપજ્યું હતું.

પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરુ કરી હતી. જ્યાં સુધી પોલીસ પહોંચી ત્યાં સુધી યુવતી મૃત્યુ પામી હતી . પોલીસે પાંચેય આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસને આપેલા નિવેદનમાં આરોપીઓએ જણાવ્યું કે તેઓ નશામાં હતા અને કારમાં મોટેથી ગીતો વગાડતા હતા. આ કારણોસર, તેઓ જાણતા ન હતા કે છોકરી કારમાં ફસાઈ ગઈ છે.

ધરપકડ પાંચ આરોપીઓના નામ

દીપક ખન્ના, અમિત ખન્ના, ક્રિષ્ના, મિથુન અને મનોજ મિત્તલ

ફોરેન્સિક ટીમે ઘટના સ્થળે પહોંચીને લીધા સેમ્પલ

પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ ફોરેન્સિક ટીમે આરોપી પાસેથી મળી આવેલી કારમાંથી સેમ્પલ લીધા છે. કારમાંથી દારૂની બોટલ, ગ્લાસ કે નાસ્તો મળી આવ્યો ન હતો. તમામના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે. તપાસ બાદ જાણવા મળશે કે આરોપીએ દારૂ પીધો હતો કે નહીં.

અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને દર્શાવ્યું દુ:ખ

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે સવારે ટ્વીટ કરીને આ મામલાને શરમજનક ગણાવ્યો હતો. તેણે કહ્યું, કાંઝાવાલામાં અમારી બહેન સાથે જે થયું તે ખૂબ જ શરમજનક છે. હું આશા રાખું છું કે ગુનેગારોને સખત સજા કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.