લોધિકા: તરૂણીના અપહરણમાં સંડોવાયેલો શખ્સ ઝબ્બે, બળાત્કાર ગુજાર્યાનું ખુલ્યું
પાડોશી સગીરાને લગ્નની લાલચ દઇ અપહરણ કરી કચ્છના બુઢામોરા ગામેથી ધરપકડ કરાઇ: પાંચ માસ સુધી બળાત્કાર ગુજાર્યાની બહાર આવ્યું
લોધિકા તાલુકાના પાળ પીપળીયા ગામની તરૂણીને પાડોશી શખ્સ લગ્નની લાલચ દઇ પાંચ માસ પહેલાં અપહરણ કર્યા બાદ તે કચ્છના બુઠામોરા ગામે સાથે રહેતા હોવાની બાતમીના આધારે શાપર પોલીસ મથકના સ્ટાફે અપહરણના ગુનામાં શખ્સની ધરપકડ કરી તરૂણીનું મેડિકલ ચેકઅપ કરાવ્યું છે. તબીબી અભિપ્રાય આવ્યા બાદ સગીરા સાથે શરીર સંબંધ બાધ્યો છે કે કેમ તપાસ કરતા તરૂણીને પાંચ માસ સુધી પત્નીની જેમ રાખી અવાર નવાર બળાત્કાર ગુજાર્યાનું બહાર આવતા પોલીસે બળાત્કારની કલમનો ઉમેરો કર્યો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ માંગરોળ તાલુકાના સાપુર ગામના વતની અને લોધિકા તાલુકાના પાળ પીપળીયા ગામે મજુરી કામ કરતા ભરત ઉર્ફે વીકી વિજયભાઇ બગડા નામના શખ્સને પાડોશી તરૂણી સાથે પ્રેમ સંબંધ બંધાતા તરૂણીને લગ્નની લાલચ દઇ ગત તા.21 જુલાઇના રોજ ભગાડી ગયાની શાપર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી.ભરત ઉર્ફે વીકી વિજયભાઇ બગડા કચ્છના ભચાઉ નજીક આવેલા બુઠ્ઠામોરા ગામે હોવાની બાતમીના આધારા શાપર પોલીસ મથકના પી.એસ.આઇ. એસ.જે.રાણા, આર.વી.ભીમાણી, મહેન્દ્રભાઇ ધાધલ, વિરભદ્રસિંહ વાઘેલા, ક્રિપાલસિંહ રાણા અને મહિપતસિંહ જાડેજા સહિતના સ્ટાફે ધરપકડ કરી તરૂણીને તેના પરિવારને સોપી દીધી હતી. પાંચ માસ દરમિયાન તરૂણી સાથે રહેલા ભરત ઉર્ફે વીકી બગડાએ શરીર સંબંધ બાંધ્યો છે કે કેમ તે અંગે મેડિકલ ચેકઅપ કરવતા અવાર નવાર દુષ્કર્મ આચર્યાનું બહાર આવતા પોલીસે તેની સામે બળાત્કારની કલમનો ઉમેરો કર્યો છે.