પોરબંદરનાં ગોસાબારાનાં ૭ કીમીના વિસ્તારમાં ખોદકામ કર્યા બાદ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ ખાલી હાથે પરત પરવું પડયું

એનઆઈએએ ગુજરાતનાં પોરબંદરના ગોસાબારામાં ખોદકામ શરૂ કર્યું જોકે ખોદ કરતા ખોધ્યો ડુંગર પણ નીકળ્યું કંઈ નહી તેવો ઘાટ થયો સમગ્ર બનાવ એવો હતો કે ૧૯૯૩માં પાકિસ્તાનથી લાવવામાં આવેલા હથીયાર સમુદ્ર કિનારે છુપાવ્યા હોવાની જાણકારી સામે આવતા નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી એનઆઈએ એ ગુજરતાનાં પોરબંદરના દરિયાકિનારે ખોદકામ શરૂ કર્યું અને આ માટે જેસીબી મશીનોની લાઈન લગાવી દીધી એનઆઈએએ સમગ્ર વિસ્તારની નાકાબંધી કરી દીધી મળતી માહિતી પ્રમાણે સ્થાનિક પોલીસની સહાયથી એનઆઈએ એ સમગ્ર વિસ્તારની નાકાબંધી કરી ખોદકામ શરૂ કર્યું જોકે આ સમગ્ર કામગીરી દરમિયાન કઈ વાંધાજનક વસ્તુઓ નનીકળતા કામગીરી ઠપ્પ કરી દેવામાં આવી.

ગુજરાત પોલીસના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે રાષ્ટ્રીય તપાસ એજન્સીને ૧૯૯૩માં પાકિસ્તાનના રસ્તે ભાર આવી રહેલી બે નાવ અંગે જાણકારી મળી હતી જેમાં કરાંચીથી મોટી માત્રામાં હથીયાર અને આરડીએકસ મોકલવામાં આવ્યા છે. તેવી માહિતી મળી હતી. આ નાવમાંથી અલ સદાબહાર નામની એક નાવને પોરબંદરનાં ગોસાબારા કિનારે મોકલાઈ હતી તો બીજી નાવ મહારાષ્ટ્ર પહોચી હતી. આ નાવમાં જે હથીયાર પાકિસ્તાન લાવવામાં આવ્યા હતા. તેનો જ ઉપયોગ ૧૯૯૩માં બોમ્બ બ્લાસ્ટમાં કરાયો હતો. જેમાં ૨૫૦ લોકોના કરૂણ મોત થયા હતા. આ સીરીયલ બ્લાસ્ટમાં ડી ગેંગનો હાથ હતો. જેમાં દાઉદ ઈબ્રાહીમ તેનો ભાઈ અનીશ, મહોમ્મદ ડોસા, ટાઈગર મેમણ, છોટા શકિલનો હાથ હતો આ સમગ્ર ઘટના ૧૯૯૨માં બાબરી મસ્જિદને ધ્વંશ કરી દેવામાં આવી તેના પગલે આ સીરીયલ બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા.

એનઆઈએની ટીમને તાજેતરમાં જ સૂચના મળી હતી કે આ બે બોટ ઉપરાંત અન્ય એક હથીયાર ભરેલી બોટ પાકિસ્તાનથી આવી હતી. જેના હથીયાર ગોસાબાર તટ પાસે સાત કીમી દૂર કોઈ અજાણી જગ્યાએ દાટી દેવામાં આવ્યા છે. આ સૂચનાના આધારે એનઆઈએએ પોરબંદરનાં તટીય વિસ્તારનું ખોદકામ કર્યું જોકે આ ખોદકામ દરમિયાન કોઈ હથીયાર મળ્યા નહી.

આ અંગે વધુ જણાવતા પોરબંદર ડીસીપી વિપૂલ ગર્ગે કહ્યું કે શોધખોળ અને ખોદકામનો અંતે કઈ મળ્યું નથી અને ટીમ ખાલી હાથે પરત ફરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.