સમગ્ર દેશમાં લોકડાઉનના પગલે મુલતવી રાખવામાં આવેલી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા લેવી હવે શક્ય નથી તેમ નવી દિલ્હીના નાયબ મુખ્યમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું હતું. લોકડાઉનના વધારાના નિર્ણય અને ઉભા થયેલા સંજોગોને લઇને હવે ધો.૧૦-૧૨ બોર્ડની પરીક્ષા નિર્ધારિત કાર્યક્રમ મુજબ લેવાનું શક્ય નથી તેમ નાયબ મુખ્યમંત્રી મનીશ સિસોદિયાએ જાહેર કર્યું હતું.
તેમણે કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી રમેશ પોખરીયાલ નીશંક બે મંગળવારે જણાવીને તેમણે ઉમેર્યું હતું કે રાજ્યના શિક્ષણ વિભાગની બેઠકમાં માનવ સંસાધન મંત્રી હાજરી આપીનીર દેશ આપ્યો હતો કે હવે ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડની બાકી રહેલી પરીક્ષા લેવી શક્ય નથી અને આ બંને ધોરણના વિદ્યાર્થીઓને પરફોર્મન્સ અને ઇન્ટર્નલ પરીક્ષાઓ નાં આધારે સામૂહિક રીતે પાસ કરી દેવા જોઈએ જેવી રીતે અત્યારે ધોરણ નવ અને ૧૧ માં પાસ કરી દેવામાં આવે આગામી સત્ર ના જારી થયેલા નિર્દેશ મુજબ ૩૦ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે જેઈઈ-નીટ જેવી પ્રીખશાઓ પણ ઘટાડેલા અભ્યાસક્રમ મુજબ લેવામાં આવશે. લોકડાઉન દરમિયાન શાળાનું વેકેશન લંબાવવામાં આવ્યું હતું અને નિર્ધારિત પરીક્ષાઓ પછી ફેલાવવામાં આવી હતી હવે ના સંજોગોમાં ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા લેવી શક્ય ન હોવાનું દિલ્હી સરકારના નાયબ મુખ્યમંત્રીએ જાહેરાત કરીને વિદ્યાર્થીઓને ધોરણ નવ અને ૧૧ ની જેમ જ ઇન્ટર્નલ પરીક્ષામાં દેખાવનાં પર્ફોર્મન્સ લઈને પાસ કરી દેવાની હિમાયત કરી છે.