૨૦૧૯ પૂર્ણ થતા પહેલા દક્ષિણ મામલતદાર દંગીએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતુ કે ૨૦૧૯નું વર્ષ મહેસુલ વિભાગ માટે અતી મહત્વ પૂર્ણ રહ્યું હતુ. લોકોની સેવા કરવાનો મોકો ખૂબજ સારી રીતે પ્રાપ્ત આ તકે તેઓએ જણાવતા કહ્યું હતુકે ૨૦૧૯ની સાલમાં ઘણાઉતાર ચડાવ જોવા મળ્યા હતા. પરંતુ લોકોનો વિશ્ર્વાસ હોવાથી તમામ પડકારોમાથી મહેસુલ વિભાગ બહાર આવી શકયું હતુ તેઓએ વધુમાં માહિતી આપતા જણાવ્યું હતુકે ૨૦૧૯માંસૌથી યાદગાર કાર્ય જો કોઈ હોય તો એ છે કે મુખ્યમંત્રી અને પ્રધાન મંત્રી દ્વારા જે લોકોને ઘરનું ઘર અને આવાસ યોજના પૂરા કરવા માટે જે ફોર્મ આપવામાં આવ્યા હતા. તેમાં રાજકોટના લોકોને દાખલો લેવાનો હોય છે ત્યારે દક્ષિણ મામલતદાર કચેરી દ્વારા રાત્રી કેમ્પોનું આયોજન કરી મધ્ય રાત્રીના ૧૨ વાગ્યા સુધી કચેરીઓ ખૂલ્લી રાખવામાં આવી હતી અને લોકોને દાખલા આપવામાં આવ્યા હતા. જેથી તેઓ આવાસ યોજનાનો લાભ લઈ શકયા હતાઅંતમાંતેઓએ માહિતી આપતા જણાવ્યું હતુ આવના નવુ વર્ષ એટલે કે ૨૦૨૦નું વર્ષ સમગ્ર લોકો,સમગ્ર રાજકોટ અને સમગ્ર મહેસુલ વિભાગ માટે સા રહેશે તેવી ભગવાનને પ્રાર્થના પણ કરવામાં આવી રહી છે. જયારે બીજી તરફ તેઓએ જણાવ્યું હતુકે મહેસુલ વિભાગમાં પણ ઘણા ખરા ઈનોવેશન પણ કરવામાં આવશે. જેથી લોકોની અરજીનો નિકાલ અને તેમની સમસ્યાનો નિવેડો ત્વરીત થઈ શકે.
Trending
- સારી ઊંઘ માટે ‘sleepmaxxing’ શરૂ થયેલો નવો ટ્રેન્ડ શું છે?
- Gandhidham: ધારાસભ્ય માલતી મહેશ્વરી દ્વારા નવા વર્ષના સ્નેહમિલન યોજાયો
- આખી રાત શરીરના આ ભાગ પર કેળાની છાલ બાંધો અને પછી જુઓ આ જાદુ
- શું કરું…? જંક ફૂડ ખાવાનું બંધ નથી થતું અને વજન ઉતારવાનું નામ નથી લેતું
- કોમી એકતા જોખમાઇ તેવુ કૃત્ય કરનાર ઇસમને ગણતરીનાં કલાકમાં પકડી પાડતી લિંબાયત પોલીસ
- કોલ્ડપ્લેની કોન્સર્ટ ટિકિટો મિનિટોમાં વેચાતાં, બ્રિટિશ બેન્ડે ચાહકો માટે કરી મોટી જાહેરાત
- Suratમાંથી ફરી ઝડપાયું MD ડ્રગ્સ, હોટલમાંથી કરાઈ એક શખ્સની ધરપકડ
- Rajkot : 4 વર્ષનું બાળક મો*તના મુખમાં જતા બચી ગયું