ઈન્દોરમાં વડાપ્રધાન દાઉદી વોહરા મુસ્લિમ સમુદાયના 53માં ધર્મગુરૂ સૈયદના મફદ્દલ સૈફુદીનના વાઅઝ (પ્રવચન)માં સામેલ થયાં છે. વોહરા સમાજના ઈતિહાસમાં એવું પહેલી વખત થઈ રહ્યું છે કે જ્યારે કોઈ પીએમ તેમના ધાર્મિક કાર્યક્રમમાં સામેલ થયાં હોય. આ પહેલાં શુક્રવારે સવારે ઈન્દોર પહોંચેલા વડાપ્રધાનનું મધ્યપ્રદેશના CM શિવરાજસિંહ ચૌહાણે સ્વાગત કર્યું હતું.
Ayushman Yojana has come as a savior for about 50 crore poor people of the country. It will ensure free medical treatment worth Rs 5 lakhs in one year. The trial of this scheme is underway: PM Narendra Modi at Saifee Mosque in Indore. #MadhyaPradesh pic.twitter.com/qC8AF7SFks
— ANI (@ANI) September 14, 2018
આ કાર્યક્રમમાં હઝરત ઈમામ હુસૈનની શહાદતના સ્મરણોત્સવ અશરા મુબારકમાં કરવામાં આવશે. શિવરાજ સરકારે સૈફુદ્દીનને રાજકીય અતિથિનો દરજ્જો આપ્યો છે. વોહરા સમાજ અને નરેન્દ્ર મોદી વચ્ચેના સંબંધોની સાથે રાજકીય દ્રષ્ટીએ કેટલું મહત્વનું છે તેના પર પણ રાજકીય પંડિતો નજર રાખી બેઠાં છે. આ વર્ષના અંત સુધીમાં મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી છે ત્યારે આ કાર્યક્રમમાં વડાપ્રધાનની હાજર ઘણી જ મહત્વની છે.
Bohra samaj ke saath mera rishta bahut purana hai, main ek prakaar se samaaj ka sadasy ban gaya hun. Aaj bhi mere darwaaze aapke parivaar jaanon ke liye khule hain: PM Narendra Modi addressing Dawoodi Bohra community at Saifee Mosque,Indore pic.twitter.com/jSbdIR56Jq
— ANI (@ANI) September 14, 2018
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, “તમારા બધાં વચ્ચે આવવું મને હંમેશાથી પ્રેરણા આપે છે, એક નવો જ અનુભવ આપે છે. અશરા મુબારકના આ પવિત્ર પ્રસંગે તમે મને બોલાવ્યો તે માટે તમારો આભારી છું.મોદીએ કહ્યું કે, વોહરા સમાજે હંમેશાથી શાંતિનો સંદેશ આપ્યો છે. ઈમામ હુસૈન અમન અને ઈન્સાફ માટે શહીદ થઈ ગયા હતા.
I convey birthday wishes to you in advance and pray for your long life. May you get success in all that you do for the country: Syedna Mufaddal Saifuddin, the spiritual head of the Dawoodi Bohra in Indore, #MadhyaPradesh pic.twitter.com/qQuPIpcygt
— ANI (@ANI) September 14, 2018