સેમ ૧,૨ અને ૫ની પરીક્ષામાં ૭૭ કેન્દ્રો પર ૪૫ હજાર વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા: વિદ્યાર્થીઓની જેમ અધ્યાપકોને પણ જમ્બલીંગ અન્ય કોલેજમાં ઓબ્ઝવેરીંગ માટે જવાનું રહેશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી ૨૨મી ઓકટોબર એટલે કે સોમવારથી પ્રથમ તબકકાની પરીક્ષાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. જે અંતર્ગત આજરોજ સૌરાષ્ટ્ર યુનિ.ના સેનેટ હોલ ખાતે ૧૨૦ જેટલા ઓબ્ઝર્વરને ટ્રેનીંગ આપવામાં આવી હતી.
પરીક્ષા વિભાગે પણ પરિક્ષા ચોરી અટકાવવા માટે ચૂસ્ત બંદોબસ્તની સાથોસાથ અન્ય તૈયારીઓ શરૂ કરી દીધી છે. સેમેસ્ટર ૧,૩ અને ૫ની પરીક્ષામાં ૭૭ કેન્દ્રો રથી ૪૫૦૦૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. ત્યારે પરીક્ષા વિભાગે સંલગ્ન કોલેજોના ૧૭૨ અધ્યાપકોનું લિસ્ટ તૈયાર કર્યું છે. જેમાંથી અંદાજીત ૧૦૦ જેટલા અધ્યાપકોને ઓબ્ઝવર્ર તરીકે પરીક્ષા કેન્દ્ર પર નિરીક્ષણમાં મૂકવામાં આવશે.
આજરોજ મળેલ ઓબ્ઝર્વરની ટ્રેનીંગમાં પરીક્ષા કેન્દ્ર પર એક કલાક પહેલા પહોચવું પરીક્ષા કેન્દ્રનાં સીસીટીવી પર સતત મોનીટરીંગ , દર કલાકે પરીક્ષા કેન્દ્ર પર પહોચી પરીક્ષા ચોરી થતી હોય તો કોપી કેસ કરવા સહિતની ટ્રેનીંગ આપવામાં આવી હતી.
ખાસ તો, આ વખતે વિદ્યાર્થીઓની વિદ્યાર્થીઓની જેમ અધ્યાપકોને પણ જમ્બલીંગ કરવામાં આવશે એટલે કે કોલેજના અધ્યાપકોને અન્ય કોલેજમાં ઓબ્ઝર્વરીંગ માટે જવાનું રહેશે આ ઉપરાંત કોઈ ગામડામાં જો ફકત એક જ કોલેજ હશે તો જેતે કોલેજના વિદ્યાર્થીઓનું જમ્બલીંગક કરવામાં નહીં આવે.
આજની મેલ ઓબ્ઝર્વરની ટ્રેનીંગમાં સૌ.યુનિ.ના કુલપતિ પ્રો.નીલાંબરી બેન દવે, સિન્ડીકેટ સભ્ય ડો. મેહુલ રૂપાણી, પરીક્ષા નિયામક ડો. અમીત પારેખ, ઓ.એસ.ડી. શૈલેષભાઈ પરમાર સહિતનાઓ હાજર રહ્યા હતા.