બી.એડ. 1, એમ.એસ.સી. ઇસીઆઇ-પ, એમ.જે. એમ.સી-ર અને એમ.બી.એ. સહિતની પરીક્ષા લેવાશે
સૌરાષ્ટ્ર યુનિવસિર્ટીમાં ફરી એકવાર પરીક્ષાનો દૌર શરુ થયો છે. ત્યારે આગામી પરીક્ષા 9 જાન્યુઆરી 2023 સોમવારથી પ્રારંભ થશે. જેમાં વિવિધ ફેકલ્ટીના 4125 વિઘાર્થીઓ પરીક્ષા આપશે. તાજેતરમાં જ યુનિવર્સિટી દ્વારા લેવામાં આવનારી પરીક્ષામાં કોપીકેસનું દુષણ વઘ્યું હતું. પી.ડી.એમ. કોલેજના વિઘાર્થીએ તો પરીક્ષા ખંડમાં મોબાઇલ સાથે ચોરી કરતો હોવાની સ્ટોરી સોશ્યલ મીડીયામાં પોસ્ટ કરી હતી. જો કે, વિઘાથીનુ તાકીદે એનરોલમેન્ટ રદ કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, આગામી 9 જાન્યુઆરીથી શરુ થતી પરીક્ષામાં બી.એડ. સેમ-1, જનરલના 3996, બી.એડ સેમ-1 બેઝીકના પ0, એમ.એસ.સી.ઇ.સી.આઇ સેમ-પ ના 1, એમ.જે. એમ.સી. સેમ-ર ના ર, એમ.બી.એ. સેમ-1 ના 6ર જયારે એમ.બી.એ. બેકીંગ એન્ડ ફાઇનાન્સ સેમ-1 ના 14 વિઘાર્થીઓ સહિત કુલ 41રપ વિઘાર્થીઓ વિવિધ સેન્ટરો પર પરીક્ષા આપશે.
આ સંદર્ભે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા નિયામક ડો. નીલેશ સોનીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 9મી જાન્યુઆરીથી પરીક્ષાનો ધમધમાટ શરુ થશે.
જેમાં ચાર હજારથી વધુ વિઘાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષામાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને કે કોઇ ચોરીની ઘટના ન બને તે માટે ઓબ્ઝવેરની પણ નિમણુંક કરવામાં આવશે. પરીક્ષાની તમામ તૈયારીઓ થઇ ચૂકી છે. પરીક્ષામાં ચોરી કે કોપીકેસ ન થાય તેની પણ તકેદારી રાખવામાં આવશે.