- જુનિયર ક્લાર્કની 128 જગ્યાઓ માટે સૌથી વધુ 60,521 અરજીઓ
કોર્પોરેશનની અલગ-અલગ શાખાઓમાં ખાલી પડેલી વિવિધ કેડરની 219 જેટલી જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની અરજી નોંધાવવામાં આવી હતી. જેમાં જુનિયર ક્લાર્કની 128 જગ્યાઓ માટે 60,521 સહિત કુલ 216 જગ્યાઓ માટે 65,000 જેટલી અરજીઓ આવી છે. તમામનું શોર્ટ લીસ્ટ તૈયાર થયા બાદ હવે લોકસભાની ચૂંટણીના પરિણામ આવ્યા બાદ પરીક્ષા લેવામાં આવે તેવી શક્યતા જણાઇ રહી છે.
કોર્પોરેશન દ્વારા જુનિયર ક્લાર્કની 128 જગ્યાઓ, ફાયર ઓપરેટરની (પુરૂષ)ની 64 જગ્યા, જુનિયર સ્વિમીંગ ઇન્સ્ટ્રક્ટર (ફિમેલ)ની ચાર જગ્યા, આસિસ્ટન્ટન્ટ લાયબ્રેરીયનની ચાર જગ્યા, સિસ્ટમ એનાલીસ્ટની બે જગ્યા, ગાર્ડન સુપર વાઇઝરની બે જગ્યા, વેટરનરી ઓફિસરની એક જગ્યા, ગાર્ડન આસિસ્ટન્ટન્ટની 12 જગ્યા સહિત કુલ 9 કેડરની 219 જગ્યાઓ ભરવા માટે અરજીઓ મંગાવવામાં આવી હતી. જેમાં જુનિયર ક્લાર્ક માટે 60,521, ફાયર ઓપરેટરની જગ્યા માટે 2108, જુનિયર સ્વિમીંગ ઇન્સ્ટ્રક્ટરની ફિમેલની 28, આસિસ્ટન્ટન્ટ લાયબ્રેરીયનની જગ્યા માટે 306, ટેકનિકલ આસિસન્ટન્ટ (લાયબ્રેરી)ની જગ્યા માટે 113, ગાર્ડન આસિસ્ટન્ટન્ટની જગ્યા માટે 1630, વેટરનરી ઓફિસરની જગ્યા માટે 66, ગાર્ડન સુપર વાઇઝરની જગ્યા માટે 862 અને સિસ્ટમ એનાલીસ્ટની જગ્યા માટે 156 અરજીઓ આવી છે. આ તમામ જગ્યાઓ ભરવા માટે આગામી જૂન અથવા જુલાઇ માસમાં પરીક્ષા લેવામાં આવશે.