બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના મેમ્બર મેમ્બર દિલીપ પટેલની સફળ રજૂઆત
બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા સમગ્ર દેશમાં નવા સનદ મેળવનારા એડવોકેટ માટે તા.5 ને રવિવારે યોજાનાર પરીક્ષામાં બેર એક્ટ ( બુક)ની ઝેરોક્ષ લઈ જવાની બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના મેમ્બર દિલીપ પટેલની રજૂઆતને સફળતા મળી છે.
બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા સમગ્ર દેશમા નવા સનદ મેળવનારા એડવોકેટ માટે એઆઈબીઇની પરીક્ષા 5ને ફેબ્રુઆરીએ યોજાનાર છે. આ પરીક્ષામાં સમગ્ર દેશમાંથી 1.74 લાખ વિદ્યાર્થીઓ બેસનાર છે. ઓલ ઇન્ડિયાની પરીક્ષામાં વિધાર્થીઓએ પોતાના રાજ્યની બેર એક્ટ લઈ જવાની અને તેમાંથી પ્રશ્નોના જવાબો લખવાની મંજૂરી આપવામાં આવી અને ઓપન બુક પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવનાર છે.
આ બેર એક્ટ (બુક) ચારથી પાંચ હજારની કિંમતની હોવાથી પરીક્ષાથી આટલા પૈસા ખર્ચી ન શકે તે માટે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના મેમ્બર દિલીપ પટેલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન મનન મિશ્રાને રજૂઆત કરી પરીક્ષામાં બેર એક્ટ(બુક)ની ઝેરોક્ષ સાથે લઈ જવા દેવામાં આવે તો તેનાથી કોઈ નુકશાન થતું નહીં હોવાની રજૂઆત કરી હતી. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના મેમ્બર દિલીપ પટેલે કરેલી રજૂઆતોને ગ્રાહ રાખી બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન મનન મિશ્રાએ વિદ્યાર્થીઓને ઝેરોક્ષ લઈ જવાની મંજૂરી આપતા પરીક્ષા આપનાર વકીલોમાં આનંદની લાગણી ફેલાઈ છે.