ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા 7 મે, 2023 ના રોજ વિવિધ સ્થળોએ તલાટી કમ મંત્રીની પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષાના અવસર પર, મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ 7 મી મે, 2023 ( રવિવાર ) ના રોજ રાજકોટ – દ્વારકા અને રાજકોટ – ભાવનગર વચ્ચે એક દિવસ માટે વિશેષ ભાડા પર ત્રણ જોડી પરીક્ષા સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય કર્યો છે. આ ટ્રેનોના તમામ કોચ અનરિઝર્વ્ય એટલે કે જનરલ કોચ હશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીના ના જણાવ્યા અનુસાર
રાજકોટથી સવારે 06.30 કલાકે ઉપડશે અને સવારે 10.45 કલાકે દ્વારકા પહોંચશે . વળતી દિશામાં આ ટ્રેન દ્વારકાથી 14.50 કલાકે ઉપડશે અને 18.40 કલાકે રાજકોટ પહોંચશે . માર્ગમાં , આ ટ્રેન બંને દિશામાં હાપા , જામનગર અને ખંભાળિયા સ્ટેશનો પર ઉભી રહેશે. ભાવનગર ટર્મિનસથી સવારે 04.10 કલાકે ઉપડશે અને સવારે 8.50 કલાકે રાજકોટ પહોંચશે . તેવી જ રીતે , વળતી દિશામાં , આ ટ્રેન રાજકોટથી સાંજે 16.45 વાગ્યે ઉપડશે અને રાત્રે 21.40 વાગ્યે ભાવનગર ટર્મિનસ પહોંચશે . રૂટમાં , આ ટ્રેન બંને દિશામાં ભાવનગર પરા , સિહોર , ધોળા , બોટાદ , રાણપુર , લીંબડી , સુરેન્દ્રનગર અને વાંકાનેર સ્ટેશનો પર ઉભી રહેશે.
રાજકોટથી સવારે 4.15 કલાકે ઉપડશે અને ભાવનગર ટર્મિનસ સવારે 09.25 કલાકે પહોંચશે . તેવી જ રીતે , પરત દિશામાં , આ ટ્રેન ભાવનગર ટર્મિનસથી 15.30 કલાકે ઉપડશે અને 20.30 કલાકે રાજકોટ પહોંચશે . માર્ગમાં , આ ટ્રેન બંને દિશામાં વાંકાનેર , સુરેન્દ્રનગર , લીંબડી , રાણપુર , બોટાદ , ધોળા , સિહોર અને ભાવનગર પેરા સ્ટેશનો પર ઉભી રહેશે.
ટ્રેનના સમય , સ્ટોપેજ અને કમ્પોઝિશન વિશે વિગતવાર માહિતી માટે , કૃપા કરીને વેબસાઇટ ૂૂૂ. યક્ષલીશિુ. શક્ષમહફક્ષફિશહ.લજ્ઞદ.શક્ષ ની મુલાકાત લો.