શાળાઓ હોલ ટીકીટ નહીં આપે તો હવે આવી બન્યું
સ્કુલ ફીના પ્રશ્ર્નને લઇ એકઝામ હોલ ટીકીટ રોકી ન શકાય. ગુજરાત સેક્ધડરી એન્ડ હાયર સેક્ધડરી એજયુકેશન બોર્ડ કલેરીફાઇ કર્યુ કે સ્કુલની ફીનો ઇસ્યુ અને એકઝામ હોલની ટીકીટને કઇ નાતો નથી છાત્રને એકઝામ હોલ ટીકીટથી વંચિત ન રાખી શકાય ઉલ્લેખનીય છે કે – ધો.૧૦ અને ૧રની બોર્ડની પરીક્ષાઓ માથે છે.
ત્યારે જ અમુક શાળાઓ હોલ ટીકીટ રોકી રાખતી હોવાની ફરીયાદો બોર્ડ અને શિક્ષણ મંત્રાલયને મળી છે. શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે અમે સ્કુલોને ચેતવીએ છીએ કે – અગર કોઇ છાત્રની કોઇપણ ટર્મ કે સેમેસ્ટરની ફી બાકી હોય તો તે તેમનો અંગત મામલો છે તેને બોર્ડની પરીક્ષા સાથે કોઇ સંબંધ નથી. આ સિવાય, કોઇપણ સ્કુલ કોઇપણ છાત્રની એકઝામ હોલ ટીકીટ રોકી શકશે નહીં. કેમ કે અગર એકઝામ હોલ ટીકીટ જ નહી હોય તો છાત્રો પરીક્ષા હોલમાં પ્રવેશ જ ન કરી શકે અને અગર પ્રવેશ જ ન કરી શકે તો પછી એકઝામ કેમ કરીને આપે ? આ સવાલ ૧૦૦ મણનો છે કેમ કે આનાથી તેમના ભાવિ ઉજળા ભવિષ્ય પર પ્રશ્ર્ચાર્થ ચિહન મૂકાઇ શકે છે.
સરકારની ચેતવણી છતાં અગર કોઇ શાળા હજુ પણ ટીકીટ પર રોક લગાવે કે આવા આડાઅવળા પગલા લે તો વાલીઓને જ તાકીદ કરવામાં આવે છે કે તેઓ લાગતા વળતા અધિકારીને જે તે સ્કુલ વિરુઘ્ધ જાણ કરે, જાગૃતિ દાખવે.