- સુરક્ષા વ્યવસ્થામાં રાજકારણ વચ્ચે આવતા તંત્રનું મોરલ તળીયે આવ્યું!!
- રાજકીય નેતા અને આમ પ્રજા પોલીસ પાસે કોર્ટ કાર્યવાહીની અપેક્ષા રાખે ત્યારે મજબૂરી, લાચારી અને લાલચથી લક્ષ્મણ રેખા ઓળંગી?
- તંત્રની સકારાત્મક ભૂમિકાને નકારાત્મક એક તણખાએ સમાજને ગેરમાર્ગે દોર્યા
સકારાત્મક વાતને ભુલી નકારાત્મકના એક તણખાએ સમાજ અને લોકોને ગાડર્યા પ્રવાહની જેમ ગેર માર્ગે દોરી જતો હોય છે. પરંતુ બુધ્ધીશાળી લોકોએ સાચુ જ કર્હ્યુ છે કે,‘વ્યક્તિગત ગાંડપણ ઘણુ ઓછુ હોય છે’ જ્યારે સમુહમાં સામાન્ય હોય છે. આવું જ રાજકોટના પૂર્વ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની ઘટના સાથે બંધ બેસતું જણાય રહ્યું છે. રાજકોટના સાડા ત્રણ વર્ષ દરમિયાનના શ્રેષ્ઠ કાર્યકાળને એક વિવાદીત તણખલાએ ગાડર્યા પ્રવાહની જેમ હીન કક્ષાના આક્ષેપના કારણે પોલીસનું મોરલ તટયુ હતું. નરી આંખે દેખાતુ હોય તે ઘણી વખત સત્ય હોતુ નથી અને જે સત્ય હોય છે તે નરી આંખે દેખાતું નથી આપણી કઠણાઇ એ છે કે, સત્ય જાણ્યા વિના સૌ ખોટી વાતોમાં આવી જતા હોય છે. કર્તવ્ય નિષ્ઠ અધિકારીને ભોગ બનવું પડે છે. એટલે નકાબે અર્જુન લૂંટાયો વહી ધનૂષ વહી બાણથ મનોજ અગ્રવાલ માટે કહી શકાય છે.
મુનિરા અને સખીયાબંધુ વચ્ચેના આર્થિક વહીવટ અને વ્યવહાર સુલટાવવામાં પોલીસના થયેલા ઉપયોગ અને દુરઉપયોગ તેમજ પોલીસ પાસેની વધુ પડતી અપેક્ષાના કારણે પોલીસ મજબુરી, લાચારી અને લાલચમાં ફસાતા ઉભા થયેલા વિવાદના દોષિત માત્ર પોલીસ જ હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું હતું આ પ્રકરણે સોશ્યલ મિડીયામાં તરેહ તરેહની ચર્ચા અને અફવા ફેલાવી હતી આમ છતાં ગુડ આઇપીએસ અધિકારી ગણાતા પૂર્વ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે પોતાની મર્યાદા સાથે મોઢુ ખોલ્યુ ન હતું. પરંતુ ટૂંક સમયમાં જ આ સમગ્ર ઘટના પરનો પડદો ઉચકાય તેમ છે. જેની સામે આંગળી ચિંધવામાં આવી રહી હતી તે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને ટૂંક સમયમાં જ પ્રમોશન સાથે સારી પોસ્ટીંગ મળે તેવા ચોગઠા ગોઠવયાનું જાણકારો કહી રહ્યા છે.
રાજકોટમાં પોલીસ કમિશનર તરીકેના મનોજ અગ્રવાલના કાર્યકાળમાં કોરોનાની મહામારીમાં ઉમદા કાર્ય કર્યા હતા. લાખો લોકોને ભોજનની વ્યવસ્થા, પોતાના અને પરિવારની પરવાહ કર્યા વિના કામગીરીને પ્રાઘાન્ય આપી સર્વશ્રેષ્ઠ કામગીરી કરી છે. રેમડેસીવીર ઇન્જેકશનના કાળાબજારીયાઓને પકડી પાડતા સરકાર દ્વારા જ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની પીઠ થાબળી રાષ્ટ્રીય એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. રાજકોટમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માથાભારે ગણાતી બે નામચીન ગેંગ સામે ગુજસીટોક હેઠળ કડક કાર્યવાહી કરી 25થી વધુ શખ્સોને જેલ હવાલે કરી દીધા હતા.
નારી સુરક્ષા માટે દુર્ગા શક્તિ ટીમ બનાવી પિડીત મહિલાને ત્વરીત ન્યાય માટેની સુદ્રઢ વ્યવસ્થા ઉભી કરવાનો શ્રેય પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના ફાળે ગયો છે. ગુનેગારની માહિતી અને પોલીસની હાજરી પુરવાર કરાવા સહિતની કામગીરી જુદી જુદી છ એપ્લીકેશન તૈયાર કરી પોલીસને ટેકનોલોજીથી સુસજજ બનાવી હતી. આઇ-વે પ્રોજેકટને અમલમાં મુકી ગુનાખોરી પર ઘણો અંકુશ લાવવામાં પણ તેમનો સિંહ ફાળો રહ્યો છે. આ બધી કામગીરી સારી અને નોંધન્ય હોવા છતાં તેમની સામે થયેલા આક્ષેપના પગલે જૂનાગઢ તાલિમ કેન્દ્રમાં સજારૂપ બદલી કરવામાં આવી હતી આ મામલે તપાસ કમિટી દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટમાં દુધનું દુધ અને પાણીનું પાણી થઇ ગયું છે. તેમજ ટૂંક સમયમાં જ મનોજ અગ્રવાલને બઢતી સાથે બદલી કરવાના નિર્દેશ મળી રહ્યા છે.