યુવતીએ સબંધ તોડતા પ્રેમીએ ફોટો વાયરલ કરતા સાયબર ક્રાઈમમાં નોંધાતો ગુનો
રાજકોટમાં રહેતી યુવતીએ પોતાના લગ્ન બાદ પ્રેમી સાથે સંબંધ તોડી નાખતા પ્રેમમાં પાગલ બનેલા પ્રેમીએ તેની યુવતીનાં અશ્લીલ ફોટો વાયરલ કરી તેને માનસિક ત્રાસ આપતાં યુવતીએ પૂર્વ પ્રેમી વિરુદ્ધ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પૂર્વ પ્રેમી સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.
આ અંગે મળતી વિગતો અનુસાર રાજકોટમાં રહેતી યુવતીને સોશિયલ મીડિયા દ્વારા ઉમરાળા તાલુકાના રાંદલના દડવા ગામે રહેતો બુધ્ધેશ ધીરુભાઈ ચૌહાણ સાથે વોટ્સઅપ, ફેસબુક દ્વારા પરિચય થયો હતો દરમ્યાન બંને વચ્ચે વાતચીત શરૂ કરી હતી છેલ્લા ત્રણેક માસ દરમ્યાન યુવતીના લગ્ન થઈ ગયા હતા પરંતુ બુધ્ધેશ અવારનવાર વોટ્સઅપ પર મેસેજ કરી સંબંધો ચાલુ રાખવા માટે ધમકી આપતો હતો અને સંબંધ નહિ રાખે તો તેના અશ્લીલ ફોટા અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેશે તેમ કહી ધમકી આપતો હતો જેથી તેના લગ્ન થઇ ગયા હોય સંબંધ રાખવાની ના પાડી હતી
જેને કારણે બુધ્ધેશે યુવતીના ભાઈ, તેની માતા સહિતનાઓને ફોટા, વિડીયો વાયરલ કરી યુવતીને સંબંધ નહિ રાખે તો બદનામ કરી નાખશે તેવા મેસેજો કરી ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં પણ અશ્લીલ ફોટા અને વિડીયો વાયરલ કરી ત્રાસ આપતો હોવાનું જણાવતા સાયબર ક્રાઈમના પીએસઆઈ જે આર સરવૈયાએ બુધ્ધેશ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.