મેનેજીંગ ટ્રસ્ટી વિમલભાઈ છાયાને જન્મદિવસની અવિસ્મરણીય ભેટ આપતા ધો.૧૦નાં વિદ્યાર્થીઓ: સ્કૂલની વિદ્યાર્થીનીઓ કેયુરી બસીયા ૯૯.૯૯ પીઆર સાથે બોર્ડ પ્રથમ અને કવિતા જાગાણી ૯૯.૯૩ પીઆર સાથે બોર્ડમાં સાતમાં સ્થાને: ઠેર-ઠેરથી અભિનંદન વર્ષા
આજરોજ પ્રસિઘ્ધ થયેલા ધો.૧૦ના રીઝલ્ટમાં ઉત્કર્ષ સ્કૂલના વિદ્યાર્થીઓ છવાઈ ગયા છે. ઈંગ્લીશ મીડિયમમાં ધોરણ ૧૧-૧૨ સાયન્સ માટે શ્રેષ્ઠ રીઝલ્ટ આપતી શાળાઓમાં સમગ્ર રાજયમાં પ્રખ્યાત એવી ઉત્કર્ષ સ્કુલ ઓફ એકસલન્સના વિદ્યાર્થીઓએ ધોરણ ૧૦ના પરિણામનો વિજયરથ આગળ ધપાવેલ છે.
સ્કૂલની વિદ્યાર્થીની બસીયા કેયુરીએ ૯૯.૯૯ પીઆર મેળવી સ્કૂલમાં તેમજ સમગ્ર બોર્ડમાં પ્રથમ સ્થાન મેળવેલ છે. તેમજ જાગાણી કવિતા ૯૯.૯૩ પીઆર સાથે બોર્ડમાં સાતમું સ્થાન મેળવે છે. ત્રિવેદી અનિશ ૯૯.૪૮ પીઆર, કોટક દેવાંશુ ૯૯.૪૫ પીઆર, સાની સર્વરી ૯૯.૪૨ પીઆર, સાડિયા હાર્દિક ૯૯.૩૬ પીઆર, રાઠોડ મુદ્રા ૯૯.૨૬ પીઆર, નજકાની વિનય ૯૯.૨૩ પીઆર, અમૃતિયા બંસિલ ૯૮.૬૪ પીઆર, કારિયા આયુષ ૯૮.૬૦ પીઆર, લાડાની જશ ૯૮.૫૬ પીઆર, રંગાણી રાધિકા ૯૮.૪૨ પીઆર, મહેતા પરી ૯૮.૩૨ પીઆર, કાક યેશા ૯૮.૧૮ પીઆર મેળવી અને બોર્ડમાં ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે.
આ ઉપરાંત સ્કૂલના કુલ ૭૪ વિદ્યાર્થીઓમાંથી ૮ વિદ્યાર્થીઓએ ૯૯ પીઆર કરતા વધારે પીઆર મેળવેલ છે. ૯૮ પીઆર કરતા વધારે ૧૪ વિદ્યાર્થીઓ, ૯૭ પીઆર કરતા વધારે ૨૦ વિદ્યાર્થીઓ, ૯૫ પીઆર કરતા વધારે ૨૪ વિદ્યાર્થીઓ અને ૯૦ પીઆર કરતા વધારે ૪૧ વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કરી અને બોર્ડમાં ઉત્કર્ષ સ્કૂલ ઓફ એકસલન્સની સર્વોપરીતા સ્થાપિત કરી છે. ઉત્કર્ષ સ્કૂલ ઓફ એકસલન્સ ખૂબ જ મર્યાદિત વિદ્યાર્થીઓને પ્રવેશ આપી અને ઉત્કૃષ્ટ શિક્ષણ આપતી સંસ્થા છે.
ઉત્કર્ષ સ્કૂલે બહુ થોડા સમયમાં પોતાના ઝળહળતા રીઝલ્ટથી રાજકોટની નહી પણ સમગ્ર ગુજરાતની નં. ૧ ઈંગ્લીશ મીડિયમ સ્કુલ હોવાનું ગૌરવ પ્રાપ્ત કરેલ છે. તાજેતરમાં પ્રસિઘ્ધ થયેલા જેઈઈના રિઝલ્ટમાં જયારે ગુજરાત રાજયનું રીઝલ્ટ માત્ર ૫%, રાજકોટનું રીઝલ્ટ માત્ર ૮% હોય સ્કૂલનું રીઝલ્ટ ૧૫% આવેલ છે. વર્ષ ૨૦૧૩ના ૧૨ સાયન્સના ટોપર ચિરાગ ગાંધીએ પ્રવેશ મેળવેલ છે. વર્ષ ૨૦૧૪ના ૧૨ સાયન્સ ટોપર યશ ચંદારાણાએ વર્ષ ૨૦૧૫ના ટોપર્સ શાહ રિશીત અને દામાણી જીનેશે બોમ્બેની પ્રખ્યાત એન્જીનીયરીંગ અને મેનેજમેન્ટની પ્રખ્યાત ઈન્સ્ટીટયુટ નરસીમોન્જીમાં પ્રવેશ મેળવી નેશનલ લેવલે પણ સ્કુલનું નામ રોશન કરેલ છે. આ ઉપરાંત સંસ્થાના મહતમ વિદ્યાર્થીઓ ભારતની તથા ગુજરાતની ટોપ ૧૦ એન્જીનીયરીંગ કોલેજમાં એડમીશન મેળવવા માટે પ્રવેશ પાત્ર થયા હતા. બાયોલોજી ગ્રુપમાં પણ જયારે દેશ તથા રાજયમાં ૩ થી ૪ % વિદ્યાર્થીઓને મેડિકલમાં પ્રવેશ મળતો હોય છે ત્યારે ઉત્કર્ષ સ્કૂલના ૨૦%થી પણ વધારે વિદ્યાર્થીઓને મેડિકલમાં દર વર્ષે પ્રવેશ મળતો હોય છે.
પ્રિન્સિપાલ જયશ્રી રાવલે જણાવ્યું હતું કે, ઉત્કર્ષ સ્કૂલ ઓફ એકસીલેન્સના પરિણામી હું હર્ષની લાગણી અનુભવું છું. અમારી સ્કુલની વિર્દ્યાીની બસીયા કેયુરી બોર્ડમાં પ્રમ સન મેળવેલ છે અને જાગાણી કવીતાએ બોર્ડમાં સાતમું સન પ્રાપ્ત કરેલ છે. આજે બોર્ડનું રિઝલ્ટ ૬૪ ટકા છે. જયારે સ્કુલનું રિઝલ્ટ ૧૦૦ ટકા આવ્યું છે. જેી હું ખૂબજ ગર્વ અનુભવું છું, સ્કુલના ડાયરેકટર વિરેન્દ્ર કોટેચાએ પણ ‘અબતક’ સોની વાતચીત દરમ્યાન પોતાની ખુશી વ્યકત કરી હતી.
ઉત્કર્ષના આભની અટારીએ ઉગેલો ‘કેયુરી’નો ચાંદ
બસિયા કેયુરીએ ૯૯.૯૯ પીઆર સાથે કુલ ૬૦૦ માંથી ૫૭૭ માર્કસ મેળવી બોર્ડમાં પ્રથમ સ્થાન મેળવેલ છે. કેયુરીએ ગણિતમાં ૧૦૦ અને વિજ્ઞાનમાં ૯૮ માર્કસ મેળવીને સાયન્સ વિષયોમાં ઝળહળતો દેખાવ કરેલ છે.કેયુરીના પિતા ભુપેન્દ્રભાઈ કે જેઓ ભા
જપના આગળ પડતા કાર્યકર તેમજ સફળતા પૂર્વક રેસ્ટોરેન્ટ ચલાવી રહ્યા છે. તેઓ કેયુરીને એક ઉચ્ચતર ડોકટર બનાવવાની મહત્વકાંક્ષા સેવી છે. કેયુરી સાયન્સમાં બી ગ્રુપ લઈને માતાપિતાનું સ્વપ્ન જ‚ર પૂરું કરી શકે તેવા સોપાન સર કરેલ છે. કેયુરી તબીબીક્ષેત્રમાં આગળ જઈને ગાયનેકોલોજીસ્ટ બનવાની ઈચ્છા ધરાવે છે.