પાંચ રાજયોની ચૂંટણી બાદ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ડાબેરીઓ સહિતના પક્ષો દ્વારા કરાતા આક્ષેપ બાદ ચૂંટણીપંચની ખુલ્લી ચેલેન્જ
પાંચ રાજયોની ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને ડાબેરીઓ સહિતના પક્ષો મતદાન સમયે ઈવીએમની જગ્યાએ બેલેટ પેપરના ઉપયોગની માંગણી કરી રહ્યાં છે. આ પક્ષો ઈવીએમમાં ચેડા કરી ભાજપ દ્વારા વિજય મેળવાયો હોવાનો આક્ષેપ કરે છે. અવાર-નવાર આ પક્ષો દ્વારા આક્ષેપી ત્રસ્ત ચૂંટણીપંચે ઈવીએમમાં ચેડા ઈ શકે તેવું સાબીત કરવા પડકાર ફેંકયો છે. વર્ષ ૨૦૦૯માં પણરાજકીય પક્ષો અવા અન્ય લોકોને ઈવીએમમાં ચેડા ઈ શકે છે તેવું સાબીત કરવા માટે ચૂંટણીપંચ દ્વારા ચેલેન્જ અપાઈ હતી. ચૂંટણીપંચ પોતાના હેડ કવાર્ટર ખાતે ઈવીએમમાં ચેડા ઈ શકે છે કે નહીં તે સાબીત કરવા લોકોને તક આપશે. આ મહિનાના અંત બાદ ચૂંટણીપંચ તમામ રાજકીય પક્ષો કે સંશોધકો માટે ચેલેન્જ ખુલી મુકશે. ચૂંટણીપંચે ઈવીએમ માટેના હેડ કવાર્ટર ખાતે પોલ પેનલની નિમણૂંક કરી છે.
ઈવીએમ માટે ચૂંટણીપંચ પાસે પોતાના નિષ્ણાંતો છે તેઓ અવાર નવાર ઈવીએમની ચકાસણી કરતા હોય છે. તાજેતરમાં રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવેલા આક્ષેપો બાદ ચૂંટણીપંચ હવે પારદર્શકતા જાળવવા માટે વધુ કામગીરી હા ધરશે. હાલ તો ચૂંટણીપંચે તમામ માટે ચેલેન્જ ખુલ્લી મુકી છે.
ઈવીએમમાં ચેડા મામલે પોતાના પક્ષ સાથે કોંગી
મુખ્યમંત્રીનો મતભેદ ઈવીએમમાં ચેડા તાં હોવાના આક્ષેપ કોંગ્રેસ દ્વારા ઈ રહ્યાં છે ત્યારે પંજાબમાં કોંગી મુખ્યમંત્રી અમરીન્દરસિંઘ પોતાના પક્ષ સો આ મામલે સહમત ની. જો ઈવીએમમાં ગોટાળા યા હોત તો તેમને પંજાબમાં સત્તા જ ન મળી હોત તેવું કોંગી મુખ્યમંત્રી અમરીન્દરસિંઘનું કહેવું છે. તેમણે કહ્યું છે કે, જો ઈવીએમમાં છેડછાડ ઈ હોત તો અહીં સત્તા પર હું નહીં પરંતુ અકાલી દળના મુખ્યમંત્રી બેઠા હોત. અગાઉ કોંગ્રેસના નેતા વિરપ્પા મોઈલી પણ ઈવીએમમાં ચેડા ન ઈ શકે તેવો મત આપી ચુકયા છે. ઈવીએમમાં ચેડા મામલે કોંગ્રેસમાં ફાટફૂટ જણાય છે.