લોકસભાની ચૂંટણી માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. જે સંદર્ભે ચૂંટણી તંત્રએ ઇવીએમ અને વિવિપેટ મશીનના ફર્સ્ટ લેવલ ચેકીંગની પ્રક્રિયા શરૂ કરો દીધી છે. હાલ આ પ્રક્રિયા આગામી ૧૨ થી ૧૫ દિવસ સુધી ચાલનાર છે.
વર્ષ ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી યોજાનાર છે. જે માટે દરેક જિલ્લા મથકે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. લોકસભાની ચૂંટણી માટે રાજકોટ જિલ્લામાં ઇવીએમ અને વિવિપેટ મશીનોનું ફર્સ્ટ લેવલ ચેકીંગ પણ શરૂ કરી દેવામા આવ્યું છે. શહેરના રેલવે પોલીસ સ્ટેશનના પોલીસ મથક સામે આવેલા પુરવઠા નિગમના ગોડાઉનમા ફર્સ્ટ લેવલ ચેકીંગની પ્રક્રિયા ચાલી રહી છે. આ પ્રક્રિયા આગામી ૧૨ થી ૧૫ દિવસ સુધી ચાલવાની હોવાનું જાણવા મળ્યું છે.