મધ્યપ્રદેશ વિધાનસભાની 230 અને મિઝોરમની 40 સીટ માટે આજે મતદાન શરૂ થઈ ગયું છે. રાજ્યમાં 100થી વધારે મતદાન કેન્દ્રો પર ઈવીએમ અને વીવીપેટ મશીન ખરાબ થયા હોવાની ફરિયાદ મળી છે. ઘણી જગ્યાએ મશીન ખરાબ હોવાથી મતદાન અડધો કલાક પછી શરૂ થયું હતું.
#MadhyaPradeshElections2018 EVM is not working at polling booth number 178 in Dabra,Gwalior district pic.twitter.com/efO5S6fDPZ
— ANI (@ANI) November 28, 2018
મધ્યપ્રદેશના બાલઘાટની પરસવાડા, લાંજી અને બેહર સીટ પર મતદાન સવારે સાત વાગ્યાથી સાંજે 3 વાગ્યા સુધી રાખવામાં આવ્યું છે. અન્ય રાજ્યની 227 સીટ પર સાંજે 5 વાગ્યા સુધી મતદાન કરવામાં આવશે. મિઝોરમમાં પણ ચાર વાગ્યા સુધી મતદાન કરવામાં આવશે. પરિણામ 11 ડિસેમ્બરે આવશે.
મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ વોટ નાખતા પહેલાં તેમના વિધાનસભા વિસ્તાર બુધનીમાં નર્મદા નદીની પૂજા કરી. આ ઉપરાંત શિવરાજ સિંહ તમની પત્ની સાથે કુળદેવીના દર્શને પણ ગયા.બીજી બાજુ કોંગ્રેસપ્રદેશ અધ્યક્ષ કમલનાથે છિંદવાડાના હનુમાન મંદિર પહોંચીને પૂજા-અર્ચના કરી.