આધુનિક EVM માં ટુ-ટાયર ચેકીંગ સીસ્ટમ છે, આ મશીનો ટેમ્પર પ્રુફ છે
EVM સોફટવેર સુરક્ષિત છે અને હવે તો તેમાં ટુ ટાયર ચેકીંગ સીસ્ટમ છે. તેથી તો વધુ સલામત છે તેમ ચુંટણી પંચે ખાતરી આપી છે.ચુંટણી પંચે ટુ-ટાયર ચેક EVM સોફટવેર સુરક્ષિત હોવા અંગે વધુમાં જણાવ્યું હતું કે – આ ઇલેક્રટોનિકલ વોટિંગ મશીન જે ગુજરાત વિધાનસભા ચુંટણીમાં ઉપયોગમાં લેવનારા છે કે ટેમ્પર- પ્રુફ છે. તેમાં જરુરી તમામ સિકયુરીટી ચેક છે. ટુ-ટાયર એટલે કે બે તબકકાવાળી સિકયુરીટી ચેક છે. આથી ચુંટણીમાં નિષ્પક્ષ અને પારદર્શી મતદાન જ થશે તેમાં શંકા નથી.
પોલિંગ બુથ સુધી EVM મશીન પહોંચે તે પહેલા તેના સોફટવેરની ફૂલ પ્રૂફ જાંચ થાય છે. તેને ઉચિત ટ્રાન્સપોર્ટશનમાં પોલિંગ બુથ સુધી લઇ જઇને સિકયોર કરી દેવામાં આવે છે.
અહીં ખાસ ઉલ્લેખનીય છે કે V.V.P.A.Tમશીન પણ તમામ ઇલેકશન બુથો પર હશે. ટૂંકમાં મતદાન પ્રક્રિયામાં હવે કોઇ જ પ્રકારની જાલજોલ ને અવકાશ જ નથી. મતદાન પ્રક્રિયા તદન પારદર્શી પૂર્વક પાર પડવાની છે. તેમાં બે મત નથી. ચુંટણી પંચે જ ખાતરી આપી છે. એટલે તેમાં શંકાને સ્થાન નથી.
ચુંટણીપંચે અગાઉ કોઇ એવો મામલો બન્યો હોય અગર અનુભવમાંથી બોધપાઠ લઇને એડવાન્સ્ડ EVM ની ટેમ્પર પ્રુફ છે ચુંટણી પંચે મતદારો અને પક્ષકારોને ખાતરી આપી છે કે આ EVM એકદમ સુરક્ષિત છે.
ઉલ્લેનીય છે કે અગાઉ પરાજીત પાર્ટીએ EVM પર દોષનો ટોપલો ઢોળી દીધો હતો. પરંતુ આ વખતે એવો કોઇ ચાન્સ નથી