- ભાજપના પેજ પ્રમુખના ગાજ્યા મેહ વરસ્યા નહિં ઓછા મતદાનથી લીડની આશા રાખી બેઠેલા ઉમેદવારો નિરાશ
- લોકસભાની ચૂંટણી મતદાન બાદ જે રીતે લોકોએ મતદાન કર્યું તે રીતે જોતા મતદાનની ટકાવારી ઘટેલ છે અને ઉમેદવારોએ જે લીડની આશા રાખી છે. તેમાં નિરાશા મળે તો નવાઇ નહિં.
ગઇકાલે મતદાન પૂર્ણ થયા બાદ મોડી રાત્રે ચૂંટણી અધિકારીએ મતદાનની ટકાવારી 51.88 ટકા જેવું મતદાન થતા ગત ચૂંટણી કરતા ઓછું મતદાન નોંધાયું છે. ચૂંટણી અધિકારી દ્વારા ઉપલેટા-ધોરાજીના ઇ.વી.એમ. મશીન વહેલી સવારે પોરબંદર સ્ટોર રૂમમાં પહોંચાડ્યા હતા. તેમાં એ, બી, સી, ડી, એમ ચાર પ્રકારના હોય છે. જેમાં એ અને બી જે ઇ.વી.એમ.માં મતદાન થયેલ હોય અને ચાલુ મતદાને બગડ્યા હોય તેવા એ અને બી પ્રકારના ઇવીએમને પોરબંદર સ્ટોર રૂમમાં પહોંચતા કરવામાં આવ્યા છે. જ્યારે સી અને ડી પ્રકારના ઇવીએમ મશીન રિઝર્વ અને ટ્રેનીંગમાં રાખ્ય હોય તે ઇવીએમને રાજકોટ સ્ટોર રૂમમાં પહોંચતા કર્યા હતા. જ્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક વર્ષ અગાઉથી છેક બુથમાં પેજ પ્રમુખ સુધીની તૈયારી જોરશોરથી કરવામાં આવી હતી. આ તૈયારી જોતા એવું લાગતું કે મતદાનની ટકાવારી 80% જેવી પહોંચશે પણ બુથના પેજ પ્રમુખ ગાજ્યા એટલા વરસ્યા નહિં હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું હતું. આમ ઉમેદવારો જે લીડની ધારણા રાખતા તેમાં નિરાશ થવાનો વારો આવે તો નવાઇ નહિં.