પાસ ક્ધવીનર રેશ્મા પટેલ દ્વારા કરાયેલી માગણી અન્વયે થશે ફેંસલો
આગામી દિવસોમાં ગુજરાત વિધાનસભાની ચુંટણી યોજવવા જઇ રહી છે ત્યારે ઇ.વી.એમ. પેપર ટ્રાયલ ઉપર આજે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી થશે.
પાસના ક્ધવીનર રેશ્મા પટેલ કે જેઓ પટેલ કવોટા માટે દાવેવાર છે. તેમના દ્વારા એવા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે, ઇ.વી.એમ. દ્વારા મતગણતરી ભુતકાળમાં વિશ્ર્વાસુ સાબીત થઇ નથી. અને ઇ.વી.એમ. માં છેડછાડ દ્વારા મતોને પોતાના તરફ કરવા કે હેડ કરવા માટે જવાબદાર ગણાવાઇ છે. તેમજ તેઓએ ગુજરાતની આગામી ચુંટણીમાં ઇ.વી.એમ. ના સ્થાને બેલેટ પેપર કે વોટર વેરીફાઇડ પેપર ઓડીટ ટ્રાયલ દ્વારા યોજાય તેવી માંગણી રજુ કરતી અરજી ૧ર એપ્રિલના રોજ ગુજરાત હાઇકોર્ટ ખાતે કરી હતી.
ગુજરાતમાં એસેમ્બલી ચુંટણી આ વર્ષાન્તે યોજાનાર છે ત્યારે રેશ્મા પટેલે ચોકકસ પાર્ટીના હજારો સભ્યોના નામો ૨૦૧૫ની કોર્પોરેશનની ચુંટણીમાં ગાયબ થયા હોવાનું તેમજ ભવિષ્યમાં આમ ન બને તે માટે પંચ દ્વારા ખાતરી કરવાની માંગણી કરી હતી.