ઈવીએમ બાબતની શંકાઓ દૂર કરવા માટે ચૂંટણીપંચને રજૂઆત કરાઈ
પાંચ રાજયોની વિધાનસભા ચૂંટણી બાદ ઈવીએમમાં ચેડાના વિવાદો ઉઠયા છે. આ વિવાદો બાબતે સુપ્રીમના દરવાજા પણ ખખડાવવામાં આવ્યા છે. સૌપ્રમ બસપાએ આ બાબતે ફરિયાદ કર્યા બાદ અન્ય વિપક્ષીદળોએ પણ ઈવીએમમાં છેડછાડ બાબતે પ્રશ્ર્નો શ‚ કર્યા છે. આ વિવાદ વચ્ચે દિગ્વિજયસિંહે માંગણી કરી છે કે, ઈલેકટ્રોનીક વોટીંગ મશીનના કોડીંગ સોફટવેરનું નિરીક્ષણ કરવા માટે તમામ રાજકીય પક્ષોને છૂટ આપવી જોઈએ.
ચૂંટણીપંચને કરેલી રજૂઆતમાં ઉત્તરપ્રદેશની વિધાનસભા ચૂંટણીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, જો ઈવીએમ બાબતે વિપક્ષોને તમામ જાણકારી હશે તો વિશ્ર્વાસ પણ જીતી શકાશે. પરંતુ ચૂંટણીપંચ વિપક્ષોની કોઈ વાત સાંભળવા તૈયાર ન હોય તેવું લાગી રહ્યું છે. જો ઈવીએમના સોફટવેરમાં કોઈ ખરાબી ન હોવાનું સાબીત ાય અને ઈવીએમમાં વપરાતા સોફટવેરના કોડીંગની પણ જાણકારી રાજકીય પક્ષોને મળે તો ઈવીએમમાં છેડછાડ બાબતે ઉઠતા સવાલો આપોઆપ બંધ શે. વધુમાં ચૂંટણીમાં વીવીએપીટી સીસ્ટમ લાગુ કરવાની પણ માંગ કરવામાં આવી છે. આ નવી પધ્ધતિમાં ઈવીએમમાં મત આપતાની સો જ મતદારને એક કાપલી મળશે જેમાં કોને મત ગયો છે તેની વિગતો હશે. વીવીએપીટી સીસ્ટમી લોકોનો વિશ્ર્વાસ મજબૂત પણ કરી શકાશે.