સમાધાનની શરતોનો ભંગ કરનાર જ્ઞાતિજન સામે સમાજના અગ્રણીઓ દ્વારા રૂ.૨ કરોડના દાવા સાથે વળતી કાનૂની નોટીસ.
રાજકોટના ચોર્યાસી ભરવાડ સમાજની સમાધાનની શરતોને ભંગ કરી જ્ઞાતિજન જગદીશભાઈ ભરવાડે સમાજને બદનામ કર્યો હોવાના આક્ષેપ સાથે સમગ્ર સમાજે તેની સામે કાનૂની કાર્યવાહીનાં મંડાણ કર્યા છે. જેમાં સમાજના અગ્રણીઓએ જગદીશભાઈ સામે રૂ.૨ કરોડના બદનક્ષીના દાવા સાથે વળતી કાનૂની નોટીસ પાઠવી છે. આ અંગે વિસ્તૃત વિગતો આપવા જ્ઞાતિના અગ્રણીઓએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી છે.
અગ્રણીઓના જણાવ્યા મુજબ રાજકોટના જગાભાઈ હદાભાઈ ડાભી અને રામભાઈ તેજાભાઈ રાતડીયાના સંતાનોના લગ્ન સંબંધ સંદર્ભે રાજકોટ ચોર્યાસી ભરવાડ સમાજને મધ્યસ્થી થવાનું જણાવતા, રાજકોટના ચાર્યાસી ભરવાડ સમાજના અગ્રણીઓ સર્વે હીરાભાઈ ઉકાભાઈ બાંભવા, નારણભાઈ ચનાભાઈ ટારીયા, લીંબાભાઈ ખેંગારભાઈ માટીયા, બાબુભાઈ ડાયાભાઈ સરૈયા, હરીભાઈ ગોકળભાઈ માટીયા, રાજભાઈ રાતડીયા, પુનાભાઈ રાતડીયા, ઈડાભાઈ રાતડીયા, જીવણભાઈ કમાભાઈ રાતડીયા, કરશનભાઈ મયાભાઈ રાતડીયા, કાનજીભાઈ રાજાભાઈ રાતડીયા દ્વારા મધ્યસ્થી બની રાજાભાઈ રાતડીયા અને જગાભાઈ ડાભી વચ્ચે લેખીતમાં બાંહેધરી ખતો લખાવી સમાધાન થયેલ. જગાભાઈ હદાભાઈ ડાભી મારફતે સમાધાનની શરતોનો ભંગ કરી જ્ઞાતિ અગ્રણીઓ વિરુધ્ધ ખોટા ઉપજાવી કાઢેલા, બિન પાયેદાર આક્ષેપો કરી જ્ઞાતિનું બદનક્ષી કારક અને આક્ષેપો વાળા લખાણો છપાવી હિનકાર્ય કરતા જ્ઞાતિના અગ્રણીઓની એક તાકીદની મીટીંગ બોલાવી આકરા પગલાની ઘોષણા કરેલ છે.
જ્ઞાતિજનોએ કાનૂની નિષ્ણાંતોને મળીને જગાભાઈ હદાભાઈ ડાભીને એક બદનક્ષી સંદર્મની રૂ.૨ કરોડ જ્ઞાતિને બદનક્ષી સંદર્ભે વળતર આપવા માટેની કાનૂની નોટીસ મોકલાવેલ છે અને દિવસ ૧૦માં જ્ઞાતિનું સન્માન જળવાય તે રીતે જ્ઞાતિની બેઠક બોલાવી ભૂલોની સ્વીકૃતિ કરી ભવિષ્યમાં સમગ્ર સમાજને બદનામ ન કરવા અને છાસવારે પોલીસ અને પ્રેસમાં દોડી ન જવું અને સસ્તી પ્રસિધ્ધીથી દૂર રહેવું તે અંગેની તાકીદ કરવામાં આવેલ છે.