વડી અદાલતના જજની દેખરેખ હેઠળ તપાસ કરવા કોંગ્રેસ પક્ષની માંગ
કરોડો રૂપિયાના કાંડ-કૌભાંડથી બચવા ભાજપના ધમપછાડા અંગે સૌ ગુજરાત જાણે છે ત્યારે જુના સચિવાલયમાં લાગેલી અગ્નિ ઘટનામાં ભ્રષ્ટાચારના કરોડો રૂપિયા દસ્તાવેજ – ફાઈલ સળગી ગયા છે. વડી અદાલતના જજની દેખરેખ હેઠળ તટસ્થ તપાસની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું.
જુના સચિવાલયના પંચાયત વિભાગના બ્લોક નં. 16માં વિવિધ વિભાગની કચેરીઓમાં મુકેલા 18 હજાર ગામોમાં નાણાકીય સહાયના મહત્વના દસ્તાવેજો તેમજ રેકોર્ડ આગમાં ખાક થઈ ગયા. સૌથી આશ્ચર્યની બાબત છે કે ગુજરાત સરકારના કિંમતી દસ્તાવેજો ખાક થયા અને અધિકારીઓની કચેરીમાં કઈ નુકસાન થયું નહીં. જે જી.એસ.પી.સી.માં ત્રીસ હજાર કરોડનું કૌભાંડ થયું હતું તે ગુજરાત પેટ્રોલીયમ કોર્પોરેશનમાં કરોડો રૂપિયાના દસ્તાવેજો આગમાં ભસ્મિભૂત થયા હતા જેની આજદિન સુધી કોઈ તપાસ કે વિગત બહાર આવી નથી.
આગ લાગેલા વિભાગમાં ગરીબ કલ્યાણ મેળા, ગુજરાત પંચાયત અધિ. 1993 અન્વયે પંચાયત પદાધિકારીઓ સામેની ફરીયાદો, જિલ્લા પંચાયતના પદાધિકારીઓ સામે પગલા લેવાની જોગવાઇ, ગ્રામ-તાલુકા-જિલ્લા પંચાયતને સુપરસીડ કે વિસર્જન અંગેની કામગીરી, પંચાયતના પ્રમુખની હવાઇ પ્રવાસની મંજુરી, તાલુકા-જિલ્લા પંચાયતને સ્વ ભંડોળમાંથી વાહનો ખરીદવાની પૂર્વ મંજુરી સહીતનાં દસ્તાવોજોની ફાઈલો આગમાં ખાખ થઇ ગયા હતા. ત્યારે સ્વાભાવિક છે કે પ્રશ્ન થાય છે કે આગ લાગી કે લગાવવામાં આવી હતી? શું પંચાયત વિભાગના મહત્વના દસ્તાવેજો જાણી જોઈને ભસ્મીભૂત કરવામાં આવ્યા? તે અંગે તપાસ જરૂરી છે.
જુના સચિવાલયમાં લાગેલી આગમાં સમગ્ર રાજ્યના પંચાયત વિભાગના મહત્વના દસ્તાવેજો અને કરોડો રૂપિયાની ગ્રાન્ટના હિસાબો અનેક દસ્તાવેજો આગમાં ભસ્મિભૂત ગંભિર ઘટના છતાં રાજ્યના મુખ્યમંત્રીશ્રી, પંચાયત મંત્રીશ્રી કે મુખ્ય સચિવશ્રી કેમ મૌન છે ? તેવો વેધક પ્રશ્ન પૂછતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું કે વિકાસ કમિશ્નરશ્રી ઇ-ગ્રામ સોસાયટીનું સંચાલન કરે છે ત્યારે દર વર્ષે સરકાર 100 કરોડ ઉપર ની ગ્રાન્ટ ઈ ગ્રામ સોસાયટીને આપે છે પરતું પરતું ટઈઊ ને 1 એક પણ રૂપિયો પગાર નથી.
ગ્રામજનો પાસેથી નકલ ફ્રી લે એમાંથી પણ ઇ-ગ્રામ સોસાયટી 10% કમિશન લઈ જાય છે. કરોડોની ગ્રાન્ટના વહીવટની વિગતોનો તપાસનો વિષય બન્યો ત્યારે આ આગ ટઈઊ ઓના આંદોલન સમયે જ કેમ લાગી? તે પણ એક સવાલ છે. ગુજરાત પંચાયતની વાર્ષિક વિકાસ યોજના, જનરલ વિસ્તાર, ખાસ અંગભૂત યોજના, આદિજાતિ વિસ્તાર પંચવર્ષીય યોજના, દરખાસ્તનું ઘડતર, ખાસ અંગભૂત યોજના,પ્લાનિંગ કમિશન ન્યુ દીલ્હી સહિતની યોજનાને લગતી કામગીરી સહીતની ફાઈલોમાં કરોડો રૂપિયાના ભાજપના ભ્રષ્ટાચારની વિગતો જાણી જોઇને અગ્નિકાંડમાં હોમી દેવામાં આવી હોય તેવો પ્રથમ દૃષ્ટિએ શંકા ઉભી થાય ગ્રામ્ય વિસ્તાર સુધી નાણા પહોંચ્યા કે નહીં એની તપાસ ની ફાઈલો સળગી ગઈ સચિવાલય અગ્નિકાંડમાં 18 હજાર ગામોના નાણાંના દસ્તાવેજો સળગી ગયા બધી જ શાખાઓ (બ્રાંચ)નું રેકર્ડ સળગી ગયું છે, તમામ ફાઈલો શાખાઓમાં જ રહેતી હોય છે, માત્ર અધિકારીઓની ચેમ્બરો બચી છે. ત્યારે સમગ્ર સચિવાલય અગ્નિકાંડની નિષ્પક્ષ તપાસ નામદાર વડી અદાલતના જજની દેખરેખ હેઠળ તપાસ કરવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.