માંગરોળ ના બહાર કોટ વિસ્તાર ના પીજીવીસીએલ ઓફિસ પાસે કોન્ટ્રાક્ટર દ્વારા રાજાશા હી વખતની રાંગ ની દિવાલ પાળતા પુરાતન વિભાગનું પથ્થરની કોતરણી વાળો રૂમ મંદિર જેવું દેખાઈ આવ્યું જેના રૂમની દિવાલના થાંભલા રાજાશાહી વખતની કોતરણી કામવાળા નજરે પડે છે તેમજ જૂનું મંદિર હોય તેવું દેખાઈ રહ્યું છે
અગાઉ પણ આ પીજીવીસીએલ ના કોન્ટ્રાક્ટર દ્વારા કામ કરતા રાજાશાહીવખતનો જુનવાણી નકશીકામ વાળો ગેટ હજુ 50 વર્ષ ટકી રહે તેવો મજબૂત ગેટ પાડી નાખવામાં* *આવેલ ત્યારે અબ તક દૈનિક પેપરના માધ્યમથી તસવીરો સાથેના સમાચારો પ્રસિદ્ધ કરેલ અને ત્યારે પણ લોકોના ધ્યાને વાત આવેલ તેનિ તપાસ કરવા માંગ કરેલ.
નકશીકામ વાળા પથ્થરો તેમજ જુનવાણી ગેટ નો માલ સામાન લાકડા જુનવાણી નકશી કામ વાળા પથ્થરો સહિત નો માલ ત્યાં થી ઉપાડી લીધેલ હોય છતાં ફરી પાછું કામ ચાલુ હતું ત્યાં આગળના ભાગે આ રાંગ ની દિવાલ પાડતા અને કામ ચાલુ રાખતા આ દિવાલ પાડતા ની પાછળ મંદિર જેવા ઘાટનો રૂમ તેમજ જુનવાણી મંદિરના કોતરણી વાળા પથ્થરો મળી આવ્યા છે
સરકાર તેમજ સંગઠનના પ્રતિનિધિઓએ તાત્કાલિક ધોરણે તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરવી જોઈએ તેવી લોકોની માંગ ઉઠી છે *તેમજ અગાઉની કામગીરીમાં શું થયું તેની તપાસ તાત્કાલિક ધોરણે થવી જરૂરી છે.