માંગરોળ પંથકના કંકાણા ગામના એક મહેનતું અપંગ ખેડુત છેલ્લા ૬ વર્ષથી હળદરનું વાવેતર કરે છે. આ વર્ષે પણ તેણે ૨ વિઘામાં હળદરનું વાવેતર કર્યું હતું. જેના કારણે તેમની પાસે ૧૫૦૦ જેટલાં ગ્રાહકો હોવાથી તેને સીધુ વેંચાણ કરતાં રૂ. ૪ લાખ જેવી આવક ઉભી થશે.
ખેડુ પુત્ર લિલાધરભાઈ પુંજાભાઇ મજેઠિયા પાસે માંગરોળ પંથકના કંકાણા ગામે કુલ પોણા સાત વિઘા જમીન છે. તેમણે પોતાની ખેતીમાં બદલાવ લાવી અત્યારે તેઓ ૨ વિઘામાં ઓર્ગેનીક પધ્ધતીથી હળદરનું વાવેતર કરતાં ઉંચું ઉત્પાદન થયું છે.
આ ઉપરાંત તેમની પાસે ઘર ઘરાઉ ગ્રાહકો હોય તેથી ઉંચી આવક પણ મેળવી રહ્યા છે. હળદર તૈયાર થયાં બાદ આ ખેડુત પોતે વસાવેલા મશીન દ્વારા જાતે જ હળદરનો પાવડર તૈયાર કરે છે. અને આ ખેડુત અચરજ પમાડે તેવી આવક મેળવી રહ્યાં છે. માંગરોળ પંથકના કંકાણા ગામના એક મહેનતું અપંગ ખેડુત લિલાધરભાઈ પુંજાભાઇ મજેઠિયા એ પોતાની કાર્ય ક્ષમતાથી હળદરની ખેતી કરી અચરજ પમાડે તેવી આવક મેળવી અન્ય ખેડુતોને સંદેશો આપતા એક મિશાલ કાયમ કરી છે.