ઓસ્કારમાં છેલ્લો શો અને રાજા મોલીની ત્રિપલ આર વચ્ચે સ્પર્ધા, બે બે ભારતીય ફિલ્મો પર વિશ્વ આખાની નજર
વૈશ્વિક ફિલ્મ જગત નો સૌથી શ્રેષ્ઠ ઓસ્કાર મેળવવો એ તમામ ફિલ્મ નિર્માતા થી લઈ સમગ્ર દુનિયાની ફિલ્મ મેકર ટીમ ના પ્રત્યેક સભ્યોનું સપનું હોય કે પોતાની બનાવેલી કે અભિનય કરેલી ફિલ્મ ઓસ્કારમાં વિજેતા થાય, ભારતીય ફિલ્મ ઉદ્યોગને હવે વૈશ્વિક પ્રેક્ષકો મળી રહ્યા છે આ વાત નવી નથી જુના જમાનામાં પણ ભારતની ઘણી ફિલ્મો ભારત ઉપરાંત વિશ્વના અનેક દેશોમાં ખૂબ જ પ્રચલિત થઈ હતી ભારત અને ખાસ કરીને રાજ કપૂરની ફિલ્મો એ તો રસિયા થી લઈને યુરોપ અમેરિકામાં પણ લોકોને ઘેલા કર્યા હતા દર વર્ષે જ્યારે ઉષ્કાર ફિલ્મ એવોર્ડ થાય છે ત્યારે ભારતની એકથી વધુ ફિલ્મો રેસમાં હોય છે
આ પરંપરા આ વર્ષે પણ યથાવત રહી છે એ વાત અલગ છે કેઓસ્કાર ટોપ એવોર્ડ દરેક ફિલ્મોને ન મળે પરંતુ નોમિનેશન માટે નિયમિત રીતે ભારતની ફિલ્મો રેશમાં હોય જ છે આ વર્ષે ઓસ્કાર એવોર્ડ્સ 2023 માટેના નામાંકન આજે સાંજે જાહેર કરવામાં આવશે. બધાની નજર ભારતની સત્તાવાર એન્ટ્રી “ધ છેલો શો પર” છે જે શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ શ્રેણી માટે મોકલવામાં આવી છે., એક જ્યુરી સભ્યએ જણાવ્યું હતું કે, “આંતરરાષ્ટ્રીય કેટેગરી માટે પ્રથમ શોર્ટલિસિ્ંટગ આજે સાંજે થશે જેમાં વિદેશી ફિલ્મોની શ્રેણીમાં “ધ છેલો શો”નો સમાવેશ થયો છે,
પરંતુ રાજા મોલીની ત્રિપલ આરનું ભાવિ જાન્યુઆરીમાં જાણી શકાશે જ્યારે મુખ્ય નોમિનેશન્સ જાહેર થશે.”એસએસ રાજામૌલીની આરઆરઆર મુખ્ય શ્રેણીમાં ઓસ્કારની રેસમાં પ્રવેશી છે. બંને ફિલ્મોના નિર્માતાઓ તેમની ફિલ્મો માટે યુએસમાં પ્રચાર કરી રહ્યા છે અને ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં ધ છેલો શો રજૂ થશે. એસએસ રાજામૌલી ઓસ્કારની રેસમાં રહેલી સૌથી મોટી ભારતીય બ્લોકબસ્ટર ફિલ્મને પ્રમોટ કરવા માટે કોઈ કસર છોડી રહ્યા નથી.વેપાર નિષ્ણાતો માને છે કે ધ છેલો શો માટે તે મુશ્કેલ બનશે, પરંતુ આર. આર આર પાસે ગીતની શ્રેણીમાં તક છે.
ફિલ્મ વિવેચક અસીમ છાબરાએ કહ્યું, મને નથી લાગતું કે ધ લાસ્ટ પિક્ચર શો શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ માટે શોર્ટલિસ્ટ બનાવશે કારણ કે ત્યાં ખૂબ જ ગળા કાપ સ્પર્ધા છે. આર, આર,આર એ ગીતની યાદીમાં ચોક્કસપણે સ્થાન મેળવવું જોઈએ. જો કોઈ ચમત્કાર થાય તો તે સંપાદન માટે નીસૂચિમાં પણ આવી શકે છે. આજે સાંજ સુધીમાં “છેલ્લા સો”નું ભાવી નક્કી થઈ જશે